સોનમ કપૂરનુ ગ્રાન્ડ બેબી શાવર યોજાયું, પિંક ગાઉનમાં મોમ ટુ બી અભિનેત્રી ગ્લો કરી ,જુઓ તસ્વીરો
સોનમ કપૂર અને આનંદ આહુજા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. નીરજા એક્ટ્રેસ પોતાની પ્રેગ્નન્સીની દરેક ક્ષણને ખૂબ એન્જોય કરી રહી છે.

સોનમ કપૂર અને આનંદ આહુજા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. નીરજા એક્ટ્રેસ પોતાની પ્રેગ્નન્સીની દરેક ક્ષણને ખૂબ એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ સાથેની ઘણી સુંદર તસવીરો પણ શેર કરતી રહે છે. તાજેતરમાં, સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે તેનું બેબીમૂન વેકેશન પૂરું કરીને મુંબઈ પાછી ફરી હતી. પરંતુ આ દરમિયાન બેબી શાવરની કેટલીક તસવીરો સામે આવી છે.




જેમાં અભિનેત્રી ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે અને સાથે જ તેનો સુંદર લુક પણ જોવા મળી રહ્યો છે. સોનમ કપૂરનું બેબી શાવર ગ્રાન્ડ લેવલ પર થયું હતું, જેમાં તેના ઘણા મિત્રો હાજરી આપવા પહોંચ્યા હતા. સોનમની બહેન રિયા કપૂરે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેના બેબી શાવરની ઘણી ઝલક શેર કરી છે. તેમની બેબી શાવર પાર્ટી તેમના લંડનના ઘરે રાખવામાં આવી હતી. બગીચામાં સોનમ કપૂરના બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહેમાનોની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ટેબલને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને મહેમાનોને આપવામાં આવતી ગિફ્ટ સહિતની દરેક ચીજવસ્તુઓ ખૂબ જ સુંદર રીતે રાખવામાં આવી હતી. પોતાના ગ્રાન્ડ બેબી શાવરના ખાસ અવસર પર સોનમ કપૂરે પિંક કલર પસંદ કર્યો હતો. ગુલાબી રંગના લોંગ ગાઉન અને ગોલ્ડન ઈયરિંગ્સમાં સોનમ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અભિનેત્રીના ચહેરા પર માતા બનવાની ચમક સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોનમ કપૂર બેબી શાવરમાં ડાન્સ કરતી અને મસ્તી કરતી જોવા મળી હતી. આ પાર્ટીમાં જાણીતા કલાકાર લિયો કલ્યાણ પણ હાજર રહ્યા હતા. જેણે પોતાના લાઈવ પર્ફોર્મન્સથી દરેકનું મનોરંજન કર્યું અને સોનમ કપૂર સાથે ઘણી તસવીરો શેર કરી જે ટૂંક સમયમાં બોલિવૂડની યમ્મી મમ્મી બનવા જઈ રહી છે.