Connect Gujarat
ફેશન

દાદીમાંના આ 3 ઉબટન ટ્રાઈ કરો, ઓછા ખર્ચે ચહેરા પરના દાઘ ધબ્બા થઈ જશે દૂર.....

ઘરેલુ ઉબટન વસ્તુઓમાં ખાસ હોવાથી સ્કીનને નિખાર પણ અલગ જ મળે છે.

દાદીમાંના આ 3 ઉબટન ટ્રાઈ કરો, ઓછા ખર્ચે ચહેરા પરના દાઘ ધબ્બા થઈ જશે દૂર.....
X

દાદીમાના દરેક નુસ્ખાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવામાં આવે છે. આ ઉપયોગ અનેકવાર સ્વાસ્થ્ય સંબંધિત પણ હોય છે તો અનેક વાર સુંદરતા સંબંધિત. આજ કાલ માર્કેટમાં જે ભેળસેળ વાળી મોંઘી પ્રોડક્ટ મળી રહી છે તેવામાં આ ઘરેલુ ઉબટન અને નુસ્ખાઓ આપની મદદ કરી શકે છે. આ ઘરેલુ ઉબટન વસ્તુઓમાં ખાસ હોવાથી સ્કીનને નિખાર પણ અલગ જ મળે છે. તો જાણો ઘરે જ ડાઘ રહિત અને ગ્લોઇંગ સ્કીન મેળવવાના કેટલાક ખાસ ઉબટન

1. ચંદનનો ઉબટન

ચંદનનો ઉબટન બનાવવા માટે 3 ચમચી ચંદનનો પાવડર લો. તેમાં 6 થી 7 પલાળેલી બદામ મિક્સ કરો. આ પછી તમે તેમાં એલોવેરા જેલ નાખીને મિક્સ કરો. જો પેસ્ટ ખૂબ જ જાડી હોય તો તેમાં થોડું પાણી ઉમેરો. તો તૈયાર છે ઉબટન તેને ચહેરા પર 20 મિનિટ સુધી રાખીને પછી ચહેરો ધોઈ નાખો. આ પેક ચહેરાને મોઈશ્ચર આપે છે.

2. બેસન ઉબટન

ચણાના લોટની આ પેસ્ટ ચહેરા પર લગાવી શકાય છે. આ પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લો. તેમાં એક ચમચી ચંદન પાવડર, અડધી ચમચી લીમડાનો પાવડર, અડધી ચમચી હળદર મિક્સ કરો. હવે તેમાં દૂધ અથવા દહીં ઉમેરી પેસ્ટ બનાવો. આ પેકને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી રાખો અને પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. ચહેરા પર ઉબટન લગાવતા પહેલા હાથની પાછળ પેચ લગાવીને ચેક કરો. જેથી કોઈ આડઅસર ના થાય.

3. મધનો ઉબટન

અસરકારક મધ ઉબટન બનાવવા માટે એક ચમચી મધમાં સમાન માત્રામાં દૂધ પાવડર અને લીંબુનો રસ મિક્સ કરો. તેને 15 થી 20 મિનિટ ચહેરા પર રાખ્યા બાદ ધોઈ લો. તેમાં લીંબુને બદલે કોફી પાવડર ઉમેરીને પણ આ પેસ્ટ તૈયાર કરી શકો છો. કોફી ચહેરાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

Next Story