બેદાગ અને સુંદર ત્વચા માટે ટ્રાઈ કરો આ હોમમેડ મેથીના ફેસપેક, તમારી બેજાન ત્વચામાં રોનક આવી જશે...

ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે મેથીના દાણાનો ઉપયોગ વાળ માટે અને ડાયાબિટીસની સમસ્યા ઉપરાંત સ્કીન કેરમાં પણ કરી શકાય.

New Update
બેદાગ અને સુંદર ત્વચા માટે ટ્રાઈ કરો આ હોમમેડ મેથીના ફેસપેક, તમારી બેજાન ત્વચામાં રોનક આવી જશે...

ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે મેથીના દાણાનો ઉપયોગ વાળ માટે અને ડાયાબિટીસની સમસ્યા ઉપરાંત સ્કીન કેરમાં પણ કરી શકાય. મેથીના દાણા ત્વચાને પણ ફાયદો કરે છે. તેનો ઉપયોગ કરીને તમે ડાર્ક સર્કલ, ખીલ, ચહેરા પરના ડાઘ, કરચલી અને ફાઈન લાઇન્સ થી મુક્તિ મેળવી શકો છો. આજે તમને મેથીના દાણાથી બનતા કેટલાક એવા ફેસપેક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા તરોતાજા દેખાશે. મેથીનો આ ફેસપેક બનાવવા માટે એક ચમચી મેથીનો પાઉડર લઈ તેમાં એક ચમચી કાકડીની પ્યુરી અને થોડા ટીપા ગ્લિસરીનના ઉમેરો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર 10 મિનિટ માટે લગાડો અને પછી હળવા હાથે સ્ક્રબ કરો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. ચહેરો સાફ કર્યા પછી ચહેરા પર કોઈપણ પ્રકારનું મોઈશ્ચરાઈઝર કે ક્રીમ ન લગાડવું.

કાકડી અને ગ્લિસરીન

કાકડી અને ગ્લિસરીન એવી વસ્તુઓ છે જે ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે. સાથે જ મેથી દાણાનો ઉપયોગ કરવાથી બેજાન ત્વચામાં રોનક આવી જાય છે.

મેથી અને એલોવેરા

આ ફેસપેક બનાવવા માટે બે ચમચી મેથી દાણાનો પાવડર લઈ તેમાં ત્રણ ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. જો તમારી પાસે ફ્રેશ જેલ ન હોય તો તમે બજારમાં ઉપલબ્ધ જેલ પણ વાપરી શકો છો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાડો. ત્યાર પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.

મેથી અને મધ

મેથી અને મધનું કોમ્બિનેશન પણ સ્કીન માટે મેજિકલ સાબિત થાય છે. તેના માટે મેથીના પાવડરને એક બાઉલમાં લઈ તેમાં બે ચમચી મધ ઉમેરો. ત્યાર પછી જરૂર જણાય તો તેમાં થોડું પાણી ઉમેરીને આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાડો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.બેદાગ અને સુંદર ત્વચા માટે ટ્રાઈ કરો આ હોમમેડ મેથીના ફેસપેક, તમારી બેજાન ત્વચામાં રોનક આવી જશે...

Latest Stories