ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા આ 3 રીતથી કરો ફટકડીનો ઉપયોગ, ફેશ થઈ જશે એકદમ ક્લીન......

ફટકડીનો ઉપયોગ વાસ્તુ અને ઘર સાથે જોડાયેલા અનેક કામોમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફટકડીનો ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરવા માટે પણ થાય છે?

New Update
ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા આ 3 રીતથી કરો ફટકડીનો ઉપયોગ, ફેશ થઈ જશે એકદમ ક્લીન......
Advertisment

ફટકડીનો ઉપયોગ વાસ્તુ અને ઘર સાથે જોડાયેલા અનેક કામોમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફટકડીનો ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરવા માટે પણ થાય છે? ફટકડી અનેક અલગ અલગ સમસ્યાને દૂર કરવા માટે બેક્ટેરિયા અને એંટીફંગલ ગુણથી ભરપૂર હોય છે. ફટકડી બેક્ટેરિયાને મારી નાખીને ત્વચાને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. ઘણા લોકો ફટકડીને પાણીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવતા હોય છે. પરંતુ આજે અમે તમને એવી 3 રીત વિષે જણાવીશું જેને લગાવવાથી તમને ફાયદો થશે.

Advertisment

1. ફટકડી સાથે ગુલાબજળ મિક્સ કરીને લગાવો

સ્કીન પરની ઘણી સમસ્યાને દૂર કરવા માટે ફટકડી અને ગુલાબજળ બેસ્ટ ઓપસન છે. ફટકડી તમે ગુલાબજળની સાથે મિક્સ કરીને લગાવો છો તો ફેશ પરથી અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ માટે તમે એક ચમચી ફટકડીનો પાવડર લો તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરો. પછી આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો. ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ત્યાર બાદ તેને ચહેરા પર 15 થી 20 મિનિટ માટે લગાવી રાખો. પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો, આ પેસ્ટ અઠવાડિયામાં 2 વખત લગાવો.

2. ફટકડી અને ગ્લિસરીન લગાવો

ચહેરાને ચમકીલો બનાવવા માટે તમે ફટકડીની સાથે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. આ તમે ટોનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ વસ્તુને એપ્લાય કરવા માટે તમે ફટકડીનો પાવડર બનાવી લો. પછી તુલસીના પણ લો અને ક્રશ કરી લો. આ બંને વસ્તુને પાણીમાં બરાબર મિક્સ કરીને ઉકાળો. ત્યાર બાદ પાણી ઠંડુ થઈ જાય પછી સ્પ્રે બોટલમાં ભરી લો. પછી ગ્લિસરીનના કેટલાક ટીપાં નાખો. હવે આ ટોનરને તમે ચહેરા પર લગાવો. આમ કરવાથી સ્કીન ટાઈટ થાય છે. આ સાથે ખીલ જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ ટોનર દિવસમાં એકથી બે વાર એપ્લાય કરી શકો છો.

3. ફટકડી સાથે મુલતાની માટી લગાવો.

ચહેરા પર રહેલા ખીલને દૂર કરવા માટે ફટકડી સાથે મુલતાની માટીનો ઉપયોગ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ માટે ફટકડીનો પાવડર બનાવો અને તેમાં મુલતાની માટી એડ કરો. પછી ગુલાબજળ અને મુલતાની માટી મિક્સ કરો. આ પેસ્ટ હવે ફેશ પર લગાવો અને હાથની મદદથી સ્ક્રબ કરો. 20 મિનિટ પછી પાણીથી મોં ધોઈ નાખો. આમ કરવાથી ખીલ, ડાઘા, ધબ્બા જેવી અનેક સમસ્યાઓ દૂર થઈ જશે.

Latest Stories