Connect Gujarat
ફેશન

ઉનાળામાં ગ્લોઈંગ ત્વચા માટે નારંગીની છાલમાંથી બનેલા આ ફેસ પેકનો કરો ઉપયોગ...

નારંગીને સ્વાસ્થ્યનો ખજાનો માનવમાં આવે છે. તે વિટામિન-સી અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે.

ઉનાળામાં ગ્લોઈંગ ત્વચા માટે નારંગીની છાલમાંથી બનેલા આ ફેસ પેકનો કરો ઉપયોગ...
X

નારંગીને સ્વાસ્થ્યનો ખજાનો માનવમાં આવે છે. તે વિટામિન-સી અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ શું તમે જાણો છો કે નારંગીની સાથે તેની છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઘણીવાર લોકો તેને કચરો સમજીને ફેંકી દે છે. ઉનાળામાં ત્વચાની ચમક જાળવવા માટે આ છાલમાંથી બનેલો ફેસ પેક ચોક્કસ લગાવો. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે. જે ત્વચા સંબંધિત સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ છે. તો ચાલો જાણીએ નારંગીની છાલથી ફેસ પેક બનાવવાની રીત.

ચોખાનો લોટ અને નારંગીની છાલનો પાવડર :-

આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને નારંગીની છાલનો પાવડર લો. હવે તેમાં જરૂર મુજબ ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, લગભગ 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

ચણાનો લોટ અને નારંગીની છાલનો પાવડર :-

જો તમે શુષ્ક ત્વચાની સમસ્યાથી પરેશાન છો, તો આ ફેસ પેક તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. આ માટે એક ચમચી ચણાનો લોટ લો, તેમાં એક ચમચી નારંગીની છાલનો પાવડર ઉમેરો. આ મિશ્રણમાં મધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેકને ચહેરા પર લગાવો. લગભગ 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

એલોવેરા જેલ અને નારંગીની છાલનો પાવડર :-

આ પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી એલોવેરા જેલ લો. તેમાં નારંગીની છાલનો પાવડર ઉમેરો. આ મિશ્રણમાં 2-3 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને સારી રીતે ફેટી લો. આ પેકને ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

નારંગીની છાલનો પાવડર અને ચંદન :-

એક બાઉલમાં નારંગીની છાલનો પાવડર અને ચંદન લો. તેમાં ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. લગભગ 10 મિનિટ સુકાવા દો. આ પછી પાણીથી ધોઈ લો.

નારંગીની છાલ પાવડર અને ખાંડ

એક બાઉલમાં 1 ચમચી નારંગીની છાલનો પાવડર લો. તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરો. આ મિશ્રણમાં લીંબુનો રસ અને ગુલાબ જળ ઉમેરો. હવે આ સ્ક્રબથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. થોડી વાર પછી પાણીથી ધોઈ લો.

Next Story