આંખમાં સોજા અને ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઉપાય...!

આંખોની નીચે ડાર્ક સર્કલ અને સોજા માટે માત્ર ઊંઘની કમી જ જવાબદાર નથી, પરંતુ ફોન અને લેપટોપના સતત ઉપયોગની સાથે શરીરમાં પોષણનો અભાવ પણ સામેલ છે.

આંખમાં સોજા અને ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઉપાય...!
New Update

આંખોની નીચે ડાર્ક સર્કલ અને સોજા માટે માત્ર ઊંઘની કમી જ જવાબદાર નથી, પરંતુ ફોન અને લેપટોપના સતત ઉપયોગની સાથે શરીરમાં પોષણનો અભાવ પણ સામેલ છે. જેના કારણે આંખો થાકેલી દેખાય છે અને આંખમાથી પાણી પણ આવતા રહે છે. જ્યારે તમારે ક્યાંક જવાનું હોય ત્યારે તણાવ પેદા થાય છે, આવી સ્થિતિમાં તમને સમજાતું નથી કે આ સમસ્યાને કેવી રીતે હલ કરવી, આવી સ્થિતિમાં તમે આ ઉપયોને અપનાવી શકો છો.

1. બટેટા :-

આંખની આ બંને સમસ્યાઓને એકસાથે દૂર કરવા માટે બટાટા ખૂબ જ અસરકારક ઉપાય છે. બટાટામાં એસ્ટ્રિંજન્ટ તત્વો હોય છે, જે આંખનો થાક દૂર કરે છે અને તમને આરામ આપે છે. બટાકામાં હળવા બ્લીચિંગ ગુણ પણ હોય છે, જે ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરે છે. તેના બટાકાને છીણી લો અને તેને કોટનના કપડામાં રાખીને ગોળ બનાવો. હવે તેને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી આંખો પર રાખો.

2. ગ્રીન ટી બેગ્સ :-

ગ્રીન ટી બેગ ડાર્ક સર્કલની સાથે સોજાની સમસ્યાને પણ દૂર કરે છે. આ માટે ટી બેગને હળવા પાણીમાં ડુબાડીને રેફ્રિજરેટરમાં ઠંડુ થવા માટે રાખો. પછી તેને 10-15 મિનિટ માટે આંખોની નીચે રાખો. તેની ઠંડક આંખના સ્નાયુઓને આરામ આપે છે.

3. ઠંડુ દૂધ :-

તમે ઠંડા દૂધની મદદથી પણ તમારી આંખોને આરામ આપી શકો છો. દૂધમાં બે તત્વો હોય છે જે આંખ સંબંધિત આ સમસ્યાઓમાં અસરકારક છે. પહેલું છે લેક્ટિક એસિડ, જે થાકથી રાહત આપે છે અને બીજું આલ્ફા હાઇડ્રોક્સી એસિડ છે, જે આંખોની નીચે ડાર્ક સર્કલ અને કરચલીઓ ઘટાડે છે. આ માટે, ઠંડા દૂધમાં કોટન બોલને બોળીને આંખોની નીચે મૂકો. 10-15 મિનિટ પછી તેને કાઢી લો.

4. ગુલાબ જળ :-

ગુલાબજળમાં વિટામિન સી, વિટામિન એ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જે આંખોને આરામ આપે છે. તે ખંજવાળ અને બળતરાની સમસ્યાથી પણ રાહત આપે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા થોડીવાર રૂ માં ગુલાબજળ લગાવીને આંખો પર પલાળીને રાખો. જો કે, તમે વધારે વાર પણ રાખી શકો છો. 

#CGNews #India #swelling #dark circles #remedy #eye swelling
Here are a few more articles:
Read the Next Article