Connect Gujarat
ફેશન

રૂકો જરા, સબર કરો... હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા આ જાણી લો, કે ટ્રાન્સપ્લાન્ટિંગ પછી હેર ટકશે તો ખરાને !!!!

મોટાભાગના કેસમાં પુરુષોની હેર લાઈન પાછળ ખસવાના કારણે માથાના વચ્ચેના ભાગમાં વાળ રહેતા નથી. મોટી ઉંમરના પુરુષો જ નહીં,

રૂકો જરા, સબર કરો... હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલા આ જાણી લો, કે ટ્રાન્સપ્લાન્ટિંગ પછી હેર ટકશે તો ખરાને !!!!
X

આજના સમયે ઘણા બધા પુરુષો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. મોટાભાગના કેસમાં પુરુષોની હેર લાઈન પાછળ ખસવાના કારણે માથાના વચ્ચેના ભાગમાં વાળ રહેતા નથી. મોટી ઉંમરના પુરુષો જ નહીં, પરંતુ યુવાનો પણ ટાલનો શિકાર બની ગયા છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું મન થાય છે. પણ તેમને સર્જરીના ખર્ચા અને પ્રોસેસ બાબતે મૂંઝવણ રહે છે. તો ચાલો જણાવીએ વિગતવાર...

· હેલ્થ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું?

ટાલવાળા માથા અથવા માથાના ખાલી જગ્યા પર સર્જરી દ્વારા વાળને ફરીથી ઉગાડવા એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ. ટ્રાન્સપ્લાન્ટ માટે માથામાં જ્યાં ઘેરા વાળ હોય તે ભાગમાંથી વાળ લેવામાં આવે છે. એટલે કે માથાના પાછળના ભાગમાંથી અથવા કાનની આસપાસથી વાળ લેવાય છે. સામાન્ય રીતે વ્યક્તિનું આખું માથું ટાલવાળું હોતું નથી. માથાની વચ્ચેથી કે માથાના એક ભાગમાંથી વાળ ઉડી જાય છે અને તે જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે

· હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી શું દુઃખાવો થાય?

હેર ટ્રાન્સપ્લાન્ટમાં વાળને એક ભાગમાંથી કાઢી બીજા ભાગમાં લગાવવાની પ્રક્રિયા થતી હોવાથી આ પ્રક્રિયામાં દુઃખાવો થાય? તે સવાલ ઘણાને થાય છે. ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન વ્યક્તિને લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે, જેના કારણે તે જાગતો રહે છે અને ટ્રાન્સપ્લાન્ટની આખી પ્રક્રિયા જુએ છે. પરંતુ તેને માથામાં થતી પ્રક્રિયાનું ભાન રહેતું નથી. આ કારણે આ પ્રક્રિયામાં કોઇ પીડા થતી નથી

· ખર્ચો કેટલો થાય છે?

હેર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ વિવિધ વસ્તુઓ પર આધાર રાખે છે. 100, 500 કે હજારો. કેટલાક ક્લિનિક્સ માથામાં ખાલી જગ્યા અનુસાર ચાર્જ લે છે. આ ઉપરાંત તે ટેક્નોલોજી અને ડોક્ટર પર પણ નિર્ભર કરે છે. જો લેટેસ્ટ ટેકનોલોજી હોય અને નિષ્ણાતો ખૂબ અનુભવી હોય તો તેમના ચાર્જિસ થોડા વધારે હોય છે. આપણા દેશમાં હેર ટ્રાન્સપ્લાન્ટ પાછળ 50 હજારથી લઈને 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ઘણી જગ્યાએ તેનો ખર્ચ વધુ સસ્તો પણ હોઈ શકે છે.

હેર ટ્રાન્સપ્લાન્ટમાં માથાના ભાગે વાળ ચોંટાડવામાં નથી આવતા. આ પ્રક્રિયામાં માથાના અન્ય ભાગોમાંથી વાળ કાઢીને ટાલવાળી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આવું અનુભવી ડોક્ટર દ્વારા વિવિધ બાબતોની તપાસ કર્યા પછી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ટ્રાન્સપ્લાન્ટ થયેલા વાળ સામાન્ય વાળની જેમ વધતા રહે છે અને વર્ષો સુધી રહે છે. કેટલાક સંજોગોમાં તે આજીવન ટકી શકે છે

Next Story