કરવા ચોથના દિવસે સુંદર દેખાવું છે? તો અજમાવો આ હોમમેડ ફેશપેક, ચહેરો થઈ જશે એકદમ ગોરો અને સાઈની....

tતમારે હવે પાર્લરમાં પૈસા ખરચવાની જરાય જરૂર નથી અમે આજે એવા ઓર્ગનિક ફેશ પેકની વાત કરીશું કે જે આપનો ચહેરો ચમકાવી દેશે.

New Update
કરવા ચોથના દિવસે સુંદર દેખાવું છે? તો અજમાવો આ હોમમેડ ફેશપેક, ચહેરો થઈ જશે એકદમ ગોરો અને સાઈની....

આવતી કાલે કરવા ચોથ... આ તહેવાર સુહાગનોનો તહેવાર કહેવામાં આવે છે. આમાં ચાંદની પુજા કરીને વ્રત ખોલવામાં આવે છે. પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે. ત્યારે બહેનો અત્યારથી બધી તૈયારીઓમાં લાગી ગઈ છે. કરવાચોથના દિવસે અને ખાસ કરીને દિવાળીના તહેવારો પર મહિલાઓ સ્કિનની ટ્રીટમેન્ટ કરાવવા માટે પાર્લરમાં જવાનું શરૂ કરી દે છે. પરંતુ હવે તમારે પાર્લરમાં પૈસા ખરચવાની જરાય જરૂર નથી અમે આજે એવા ઓર્ગનિક ફેશ પેકની વાત કરીશું કે જે આપનો ચહેરો ચમકાવી દેશે. આ ફેશપેક ચહેરા પર લગાવવાથી ચહેરો એકદમ સુંદર અને ચમકિલો દેખાશે.

1. એલોવરા અને હળદરનો ફેસપેક

લગભગ બધાની ઘરે એલોવેરા અને હળદર સરળતાથી મળી રહે છે. આ માટે એક બાઉલમાં 2 ચમચી એલોવેરા જેલ નાખો અને તેમાં 1 ચમચી હળદર ઉમેરો હવે આ બંનેને સરખી રીતે મિક્સ કરીને ફેશપેક બનાવો. આ પેકને તમારા ચહેરા પર લગાવો અને તેને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. ત્યાર બાદ પાણીથી ચહેરો સાફ કરી નાખો. આમ કરવાથી સ્કીન મસ્ત થઈ જશે અને તમારી સ્કીન પર નિખાસ આવશે.

2. ઓટ્સ અને મધનો ફેસપેક

ઓટ્સ અને મધ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ બંને ફેશ પર જમા થયેલી ગંદકીને સાફ કરે છે. ઓટ્સ નો ઉપયોગ તો ખાસ ગંદકી દૂર કરવા માટે જ થાય છે. આ માટે ઓટસને મિકસરમાં પીસી લો હવે તેમાં 2 ચમચી મધ ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને અડધો કલાક રહેવા દો. ત્યાર બાદ પાણીથી તેને ધોઈ નાખો. આમ કરવાથી ચહેરા પર ગ્લો આવશે.

3. બેસન અને દહીંનો ફેસપેક

આ નુશ્ખો બહુ જ જૂનો છે પણ કારગત પણ એટલો જ છે. આ ફેશપેક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લો. તેમાં એક ચમચી દહીં નાખો અને બરાબર મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. ત્યાર બાદ તેને 20 મિનિટ સુધી એમ જ રાખો પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. આ પેકથી ચહેરો ચાંદી જેવો ચમકશે. 

Latest Stories