રામનવમીની શોભાયાત્રામાં પંચમહાલના હાલોલમાં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા

રામનવમીની શોભાયાત્રામાં પંચમહાલના હાલોલમાં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા
New Update

હાલોલ રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.

જેમાં વહેલી સવારે કંજરી ગામે આવેલા રામજી મંદિરેથી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી રામની શોભાયાત્રા નગરમાં ફરી અને મહાઆરતીનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. ભક્તો માટે રામજી મંદિર દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ રામજી મંદિરથી પ્રભુ શ્રી રામચંદ્રજી હાલોલ નગર ભ્રમણ કરવા નીકળ્યા હતા. અને સૌ ભક્તો વાજતે ગાજતે ડી.જે સાથે રામચંદ્રજીને નગર ભ્રમણ કરાવ્યું હતું. સાંજે સાડા પાંચ કલાકે વીએમ સ્કૂલથી નીકળેલી શોભાયાત્રા હાલોલના પાવાગઢ રોડ તરફના તમામ વિસ્તારોમાં ફરી હતી.

નગરમાં નીકળેલી ભગવાનની શોભાયાત્રાનું અનેક સમાજના લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શહેરના લોકો રથમાં બિરાજમાન પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન કરવા નીકળ્યા હતા

#ConnectGujarat #Panchmahal #Devotees #Ramnavami #procession #Hallol
Here are a few more articles:
Read the Next Article