Connect Gujarat
Featured

અમદાવાદ: કુખ્યાત અઝહર કીટલીની ક્રાઇમ કુંડળી,સુલતાન મિરઝાથી પ્રેરાઈ ગુનાની દુનિયામાં કર્યો પ્રવેશ

કુખ્યાત અઝહર કીટલીની ગુજરાત ATS દ્વારા ભરૂચ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વેજલપુર પોલીસને હવાલે સોંપવામાં આવ્યો છે

X

કુખ્યાત અઝહર કીટલીની ગુજરાત ATS દ્વારા ભરૂચ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં વેજલપુર પોલીસને હવાલે સોંપવામાં આવ્યો છે વેજલપુર પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે આવો જોઈએ અઝહર કીટલી ની ક્રાઇમ કુંડળી કેવી છે.

અઝહર કીટલી કદાચ આ નામ હવે ભૂતકાળ થઈ જશે કારણ કે હિન્દી ફિલ્મોમાં ગેંગસ્ટરો જે પ્રમાણે કામ કરતા હોય છે તેજ પ્રમાણે અઝહર કટલી ગુનાને અંજામ આપતો હતો. શહેરમાં જુહાપુરા વિસ્તારમાં રહેતો અને નવમું ધોરણ પાસ અઝહર કીટલી પોતાના પિતાની ચા ની કીટલી પર કામ કરતો હતો અને બાદમાં ગેરેજમાં કામ કરતો હતો ત્યારબાદ ગાંધીનગર ONGC માં કામ કરતો હતો તે સમયે અઝહર કીટલીના ડાબા હાથમાં ગંભીર ઇજા થઇ હતી જેના લીધે તે ફરીથી પોતાના પિતા સાથે ચાની કીટલી ઉપર કામ કરવા લાગી ગયો હતો અને બાદમાં હિન્દી ફિલ્મોથી પ્રેરાઈને ગુનાહિત દુનિયામાં પગપેસારો કર્યો હતો. શરૂઆતમાં જુહાપુરા વિસ્તારમાં આસપાસ નાના મોટા વેપારીઓ ધમકાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે હિંમત ખુલતા જે લોકો પૈસા નહિ આપતા તેની સાથે મારઝૂડ કરવા લાગતો હતો. મુંબઇના ગેંગસ્ટર મનિયા સુરવેના વહેમમાં ફરનારો અઝહર કીટલી આજે જેલની હવા ખાઈ રહ્યો છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોટો થયેલો અઝહર કીટલી 19 જેટલા ગુનાને અંજામ આપી ચુક્યો છે ત્યારે ગુજરાત ATS દ્વારા તેની આખરે ધરપકડ કરી લેવામાં આવી હતી અને વેજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.મહત્વનું એ છે કે મુંબઈના બે નામચીન ગેંગસ્ટર જેમાં એક મનિયા સુરવે અને બીજો સુલતાન મીરઝા આ બંને ગેંગસ્ટરની જેમ અઝહર કીટલી શહેરના જુહાપુરા વિસ્તારમાં પોતાના રોફ જમાવવા માંગતો હતો પરંતુ પોલીસે અઝહર કિટલીની ધરપકડ કરીને તેના તમામ નાપાક ઇરાદાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે.

Next Story