Connect Gujarat
Featured

ભરૂચ: ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ,AHP દ્વારા કલેક્ટરને કરાય રજૂઆત

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવના વ્યસાયિક આયોજકો અને વિધર્મીઓને પ્રવેશબંધી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

X

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવના વ્યસાયિક આયોજકો અને વિધર્મીઓને પ્રવેશબંધી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સનાતન ધર્મમાં નવરાત્રી ઉત્સવનો અનેરો મહિમા છે ત્યારે ભરૂચ શહેર અને જીલ્લામાં નવરાત્રીઉત્સવના નામે ગરબા ગ્રાઉન્ડમાં ગરબાનું વ્યવસાયિક રીતે આયોજન કરતા હોય છે જેને પગલે વિધર્મીઓનો પગ પેસારો થતો હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે શુદ્ધ અને સાત્વિક તેમજ પવિત્ર વાતાવરણમાં માતાજીની આરાધના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ ગરબા આયોજકો પ્રત્યેક વ્યક્તિનું આઈડી પ્રૂફ ચેક કરી જ પ્રવેશ આપે જેથી નવરાત્રી ઉત્સવમાં વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડના પરિસરમાં સ્ટોલ કે ગરબા માટે પ્રવેશ આપવો નહી સાથે વ્યવસાયિક ગરબા આયોજકો સામે પગલા ભરવા સહીત પોલીસ બંદોબસ્ત આપવા માંગ કરી છે.

Next Story