Connect Gujarat
Featured

સાબરકાંઠા: એક બે નહીં પણ પાંચ પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત,વાહનોનો કચ્ચરઘાણ નિકળ્યો

મોતીપુરા સર્કલ તરફથી આવતા ટ્રકના ચાલકે પોતાની ગંભીર બેદરકારીના કારણે ટ્રકને રોંગ સાઈડમાં ઘરનાળા નીચે ઘુસાડી દેતા એક સાથે પાંચ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા

X

સાબરકાંઠાના મોતીપુરા સર્કલ તરફથી આવતા ટ્રકના ચાલકે પોતાની ગંભીર બેદરકારીના કારણે ટ્રકને રોંગ સાઈડમાં ઘરનાળા નીચે ઘુસાડી દેતા એક સાથે પાંચ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતાં ઇડર-હિંમતનગર બાયપાસ હાઈવે ઉપર આવેલ રેલવેના ગરનાળા નીચેથી પસાર થતાં રોડ પર મહેસાણા જિલ્લાના દૂધસાગર ડેરીની પશુ આહાર ભરેલી એક ટ્રક સાઈડમાં ગરનાળામાંથી પસાર થતાં એક બે નહીં પણ એક સાથે પાંચ પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે બાયપાસ હાઈવે રોડ ઉપર અને રેલવે બ્રિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો તેમજ ગમખ્વાર અકસ્માતને પગલે બાયપાસ હાઈવે રોડ બ્લોક થઈ જતા ત્રણ ચાર કિલોમીટર સુધી વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો દરમ્યાન ગમખ્વાર અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેન મારફતે અકસ્માતમાં ભેગા થઈ ગયેલા વાહનોને છૂટા પાડી ટ્રાફિકને પૂર્વરત કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા

Next Story