અયોધ્યામાં રામ મંદિરના શિખરનું નિર્માણ કાર્ય શરૂ, 4 મહિનામાં થશે તૈયાર !

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ગુરુવાર (3 ઓક્ટોબર)થી શરૂ થઈ ગયું છે. તે 120 દિવસ (4 મહિના)માં તૈયાર થઈ જશે. આ પછી મંદિરની કુલ ઊંચાઈ 161 ફૂટ થશે.

New Update
ayodhya

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ગુરુવાર (3 ઓક્ટોબર)થી શરૂ થઈ ગયું છે. તે 120 દિવસ (4 મહિના)માં તૈયાર થઈ જશે. આ પછી મંદિરની કુલ ઊંચાઈ 161 ફૂટ થશે. શિખરની ટોચ પર ધાર્મિક ધ્વજ હશે. તેની ઉંચાઈ 44 ફૂટ હશે.શિખરનું નિર્માણ કાર્ય શરૂ કરતા પહેલા સ્થળ પર પ્રાર્થના કરવામાં આવી હતી. શિખર પરના મુખ્ય પથ્થરની પૂજા કરવામાં આવી હતી.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું, નિર્માણ તેની ગતિએ ચાલી રહ્યું છે. જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે તેમાં કામ પૂર્ણ થશે. આ વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. મોદીએ બપોરે 12:30 વાગ્યે ભગવાન રામની પૂજા કરી હતી. 22 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2.06 કરોડ ભક્તોએ દર્શન કર્યા છે.

Latest Stories