• અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

  • કેડીલા ફાર્મા કંપનીમાં દુર્ઘટના

  • બ્લાસ્ટ બાદ આગ ફાટી નિકળી

  • 2 કામદારો દાઝી ગયા

  • સારવાર અર્થે વડોદરા ખસેડાયા

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બપોરના સમયે બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. કંપનીના MPP-2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના પગલે પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાના પગલે કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માતમાં દદોલ પ્રસાદ પ્રકાશ સિંહ (રહેવાસી સોનમ સોસાયટી, ગડખોલ) તથા ભાઇલાલ પરમાર (રહેવાસી અંદાડા) ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને પ્રાથમિક સારવાર માટે ભરૂચ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. તબીબો અનુસાર બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં ઘટનાના કારણોને લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.સાથે જ પોલીસે પણ તપાસ શરૂ કરી છે.