અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલ ગ્રીન બેલ્ટ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી જતાં મોટા પ્રમાણમાં વૃક્ષોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને કારણે પ્રકૃતિપ્રેમીઓ અને ગામલોકોમાં ભારે  રોષની લાગણી જોવા મળી રહી છે. ઉછાલી ગામમાં સજ્જન ઇન્ડિયા કંપની અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું.

Uchhali village Greenbelt

આ અંગે અંકલેશ્વર આર.એફ.ઓ ભાવેશ મોભે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ બપોરના સમયે ઉછાલી ગામ ખાતે આવેલ ગ્રીનબેલ્ટમાં આગ લાગી હોવાની જાણ થતા અમારી ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી જેમાં 200 જેટલા વૃક્ષો આગમાં બળીને ખાક થઈ ગયા છે.આ અંગે આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ પણ ઉછાલી ગામ ખાતે ગ્રામ પંચાયત અને યુપીએલ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ ગ્રીનબેલ્ટમાં આગ લાગી હતી જેમાં પણ સેંકડો વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા ત્યારે ગ્રીનબેલ્ટમાં વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે