• ઉમરાળામાં રખડતા ઢોર મુદ્દે હિંસક હુમલો

  • પિતા અને બે પુત્ર પર હિંસક હુમલો

  • ઈજાગ્રસ્ત પિતા પુત્ર સારવાર હેઠળ

  • મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો દર્જ 

ભાવનગર જિલ્લાના ઉમરાળા શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. માત્ર એક રેઢીયાર ખૂંટિયાને પોતાના ઘર તરફ તગેડ્યો હોવાની શંકા રાખીને એક જ પરિવારના પાંચ સભ્યોએ પિતા અને બે પુત્રો પર પાવડા અને લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો.

ભાવનગરના ઉમરાળાની ખોખર શેરીમાં રહેતા લાલાભાઈ સાજણભાઈ મેરે નોંધાવેલી ફરિયાદ મુજબગત 29મી એપ્રિલની સાંજે એક રેઢીયાર ખૂંટિયો તેમના ઘર તરફ આવતો હોવાથી તેમણે તેને ત્યાંથી ભગાડ્યો હતો. આ ખૂંટિયો સામે રહેતા પોપટભાઈ બોળીયાના ઘર તરફ જતાં તેમના પુત્ર રાહુલે એવી શંકા કરી હતી કેલાલાભાઈએ જાણી જોઈને ખૂંટિયાને તેમના ઘર તરફ કાઢ્યો છે.

આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈને રાહુલ બોળીયાએ લાલાભાઈના માથામાં પાવડાનો ઘા ઝીંકી દીધો હતો. હુમલો થતા લાલાભાઈના ભાઈ હરેશભાઈ વચ્ચે પડ્યા હતાપરંતુ હરી પોપટભાઈ બોળીયાએ હરેશભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના માથામાં પણ પાવડાનો જોરદાર ઘા માર્યો હતોજેના કારણે તેમને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આટલેથી ન અટકતાબુધા નામના શખ્સે લાલાભાઈના પિતાને લાકડી અને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો.

આ હુમલામાં પિતા અને બંને પુત્રો લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉમરાળા પોલીસે આ મામલે લાલાભાઈની ફરિયાદના આધારે મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.