મુંબઇ એરપોર્ટ ખાતે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણને દોઢ કલાક પરેશાન થવું પડ્યું હતું. આ બાબતે તેણે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેણે જણાવ્યું હતું કે આજે હું વિસ્તારા ફ્લાઈટ યુકે-201 દ્વારા મુંબઈથી દુબઈ જઈ રહ્યો હતો. ચેક-ઈન કાઉન્ટર પર મને ખૂબ જ ખરાબ અનુભવ થયો. વિસ્તારા અનૈચ્છિક રીતે મારી ટિકિટ ક્લાસને ડાઉનગ્રેડ કરી રહ્યું હતું, જે કન્ફર્મ બુકિંગ હતું. મને રિઝોલ્યુશન માટે કાઉન્ટર પર દોઢ કલાક રાહ જોવી પડી. મારી સાથે, મારી પત્ની, મારા 8 મહિનાનું બાળક અને 5 વર્ષના પુત્રને પણ આમાંથી પસાર થવું પડ્યું.
ગ્રાઉન્ડ સ્ટાફ બેહુદો હતો અને વિવિધ બહાનાબાજી કરી રહ્યો હતો. વાસ્તવમાં, કેટલાક મુસાફરોને પણ આ જ અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું. મને સમજાતું નથી કે, શા માટે તેઓએ ફ્લાઇટને ઓવરસોલ્ડ કરી અને મેનેજમેન્ટ દ્વારા પણ આ કેવી રીતે મંજૂર કરવામાં આવે છે? હું સંબંધિત અધિકારીઓને વિનંતી કરીશ કે આ ઘટનાઓ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી કરીને કોઈને મારા જેવા અનુભવમાંથી પસાર થવું ન પડે.
