આર.બાલ્કીના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ ‘ઘૂમર’ને ક્રિટિક્સ તરફથી પોઝિટીવ રિવ્યૂ મળ્યા છે. આ ફિલ્મ સારી શરૂઆત કરી શકી નથી. આ ફિલ્મે 18 ઓગસ્ટના રોજ માત્ર 85 લાખ રૂપિયાની કમાણી કરી છે. ગયા સપ્તાહે ફિલ્મ ‘ગદર 2’ અને ફિલ્મ ‘OMG 2’ના કારણે ફિલ્મ ‘ઘૂમર’નો બિઝનેસ ડાઉન કરી દીધો છે. અભિષેક બચ્ચને ફિલ્મ ‘ઘૂમર’ પહેલા વર્ષ 2018માં અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્ઝિયા’ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘મનમર્ઝિયા’એ પહેલા દિવસે 3.52 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ઘૂમર’એ તેમની ડેબ્યુ ફિલ્મ ‘રિફ્યુજી’ કરતા પણ ઓછી ઓપનિંગ કરી છે. વર્ષ 2001માં આવેલ આ ફિલ્મે 1.56 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ઘૂમરના ક્લાઈમેક્સ સીનમાં અભિનેતા અભિષેક બચ્ચન વિક્ટ્રી ડાંસ કરે છે, જે આરાધ્યા બચ્ચનનો આઈડિયા હતો. આ આઈડિયા તેમણે બાલ્કી સાથે ડિસ્કસ કર્યો અને તેમને ખૂબ જ પસંદ આવ્યો. અભિષેક જણાવે છે કે, ‘આરાધ્યાનો આ પહેલો આઈડિયા હતો. એક બાળક પાસે આ વસ્તુ સમજવાની એક વિશેષ ઊંડી સમજ અને પ્રેમની જરૂર હોય છે. હું તે માટે આરાધ્યાનો ભાર માનું છું.’