ગાંધીનગર : સીએમ રૂપાણીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે માભોમના રક્ષકોને ફાળો અર્પણ કર્યો

New Update
ગાંધીનગર : સીએમ રૂપાણીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે માભોમના રક્ષકોને ફાળો અર્પણ કર્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

આજે સશસ્ત્ર સેવા ધ્વજ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીર સૈનિકોનો આભાર માની ફાળો અર્પણ કર્યો હતો. આપણાં દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણાં સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે.

દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ, પુર, વાવાઝોડું, ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં  પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આપણાં અડીખમ યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપિલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.

Read the Next Article

સંસદનાં ચોમાસુ સત્ર વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી આપ્યું રાજીનામું

આજથી સંસદનું ચોમાસું સત્ર શરુ થયું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે.

New Update
president

આજથી સંસદનું ચોમાસું સત્ર શરુ થયું છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હું બંધારણના અનુચ્છેદ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.

GwZJRQ9bEAAEEys

Latest Stories