-
ગિફ્ટ સિટી દેશનું સૌથી ‘સ્માર્ટ’ શહેર બન્યું
-
ગિફ્ટ સિટીનું C4 સેન્ટર શહેરની ધડકન સમાન
-
ડિજિટલ મગજની અદભૂત કાર્યશૈલી
-
પાયાની સેવાઓનું એક જ સ્થળેથી સંચાલન
-
વિકસિત ભારતનું એક જીવંત અને સુરક્ષિત ઉદાહરણ
આધુનિક ભારતનું ગૌરવ ગણાતું ગિફ્ટ સિટી આજે દેશનું સૌથી ‘સ્માર્ટ’ શહેર બની ચૂક્યું છે. આ આખા શહેરનું સંચાલન એક અત્યાધુનિક ‘C4 કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ દ્વારા 24 કલાક કરવામાં આવે છે. આ સેન્ટર માત્ર દેખરેખ જ નથી રાખતું, પરંતુ વીજળી, પાણી અને સુરક્ષા જેવી તમામ પાયાની સેવાઓનું એક જ સ્થળેથી સંચાલન કરે છે.
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલું C4 સેન્ટર શહેરની ધડકન સમાન છે. અહીંથી દરેક ઇમારતની પબ્લિક યુટિલિટી સિસ્ટમ્સ સીધી જોડાયેલી છે, જે રિયલ-ટાઇમ મોનિટરિંગ અને મેનેજમેન્ટને શક્ય બનાવે છે. નોંધનીય છે કે, અહીં કોઈપણ બિલ્ડિંગને ઓક્યુપન્સી સર્ટિફિકેટ (OC) ત્યારે જ મળે છે, જ્યારે તેની તમામ આંતરિક સિસ્ટમ્સ આ સેન્ટ્રલાઈઝ્ડ કમાન્ડ સેન્ટર સાથે સંપૂર્ણપણે સિંક (Sync) થઈ જાય.
આ સેન્ટર ‘ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ મેનેજમેન્ટ’ અને ‘SCADA’ પ્લેટફોર્મની અદભૂત શક્તિ ધરાવે છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ અને દરેક ઇમારતના ફાયર સ્મોક ડિટેક્ટર્સનું લાઈવ સ્ટેટ્સ અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે. કટોકટીના સમયે ફાયર સ્ટેશનને આપમેળે સિગ્નલ મળી જાય છે, જેથી ત્વરિત કાર્યવાહી દ્વારા જાન-માલનું નુકસાન અટકાવી શકાય.
આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર થયેલું અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અજોડ છે. ખાસ ડિઝાઇન કરેલી ‘અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ’ને કારણે મેન્ટેનન્સ માટે જમીન ખોદવાની પરંપરા અહીં હંમેશા માટે ખતમ થઈ ગઈ છે. દરરોજ 70,000થી વધુ ડેટા પોઈન્ટ્સ પર નજર રાખતી આ કાર્યપ્રણાલી સાબિત કરે છે કે, ગિફ્ટ સિટી માત્ર ઇમારતોનો સમૂહ નથી, પરંતુ વિકસિત ભારતનું એક જીવંત અને સુરક્ષિત ઉદાહરણ છે.
