ગાંધીનગર: તાઉતે વાવાઝોડામાં રાજ્ય સરકારે રૂ.500 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત

New Update
કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે : વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં 220 કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. જે ઝાડો નાશ પામ્યા છે તેને એક હેક્ટર દીઠ રૂપિયા 1 લાખની સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપશે. જ્યારે જે બાગાયતી પાકો ખરી ગયા છે અને 33થી વધુ ટકા નુકસાન થયું છે. તેને હેક્ટર દીઠ રૂ.30,000ની બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.જ્યારે ઉનાળુ પાક એવા તલ, બાજરી જેવા પાકોમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.20 હજારની સહાય કરવામાં આવશે.

વાવાઝોડા કૃષિ પેકેજથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર રૂપિયા 500 કરોડનો બોજ આવશે. આવતીકાલ સુધીમાં સર્વે રિપોર્ટ આવી જશે અને ત્યાર પછી એક અઠવાડીયામાં જ ખાતામાં સહાયની રકમ મળી જશે.એટલું જ નહીં બાગાયતી પાક એવા કેરીના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકાર નુકસાનીનું વળતર આપે અને ખાસ પેકેજ જાહેર કરે તે માટે વિપક્ષ કોંગ્રેસ અને કિસાન સંઘ દ્વારા સરકાર સામે તબક્કાવાર માંગણી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના કૃષિ, બાગાયત, પશુપાલન અને મહેસૂલ વિભાગને સર્વે માટેના સીધા આદેશ કર્યા હતાં.જેના પગલે રાજ્યમાં હાલ કૃષિ ક્ષેત્રમાં થયેલા નુકસાનીના સર્વે માટે 600થી વધુ ટીમો કાર્યરત છે. તે પૈકી કેટલીક ટીમો વ્યાપક નુકસાન થયું છે, તેવા અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિત પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનનો સર્વે કરી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન સંઘે પણ તાજેતરમાં ખેડૂતોના ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

Latest Stories