કેન્દ્રની મોદી સરકારે હવાઇ સફર કરનારા વડીલ મુસાફરોને લઇને આજે મોટી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં 60 વર્ષથી ઉપરની કોઇપણ વ્યક્તિ હવે એર ઇન્ડિયામાં પ્રવાસ માટે અડધી કિંમતની ચૂકવણી કરીને ટિકિટ ખરીદી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગેની જાણકારી બુધવારે આપી હતી.
ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાની વેબસાઇટ પર સમગ્ર સ્કીમ અંગેની જાણકારી આપવામાં આવી છે જેમાં કેટલાક નિયમ પણ લાગુ કરવામાં આવ્યા છે.
કોણ લઇ શકે છે આ સેવાનો લાભ?
- મુસાફર ભારતીય નાગરિકત્વ ધરાવતો હોવો જરૂર છે તથા તે ભારતમાં કાયમી વસવાટ કરતો હોવો જોઇએ. જેમની મુસાફરીની તારીખ વખતે ઉંમર 60 વર્ષની હોવી જરૂરી છે.
- ઇકોનોમી કેબિનમાં પસંદ કરેલા બુકિંગ વર્ગના મૂળ ભાડાનો 50%
- ભારતમાં કોઈપણ ક્ષેત્રની મુલાકાત માટે
- ટિકિટ આપવાની તારીખથી 1 વર્ષ માટે લાગુ.
-સાત દિવસ અગાઉથી ટિકિટ બુક કરવા પર માન્ય.