ગીર સોમનાથ : અતિવૃષ્ટિથી પાક નષ્ટ થતાં ખેડૂતોને નુકશાન, સરકાર પાસે માંગી સહાય

New Update
ગીર સોમનાથ : અતિવૃષ્ટિથી પાક નષ્ટ થતાં ખેડૂતોને નુકશાન, સરકાર પાસે માંગી સહાય

ગીરસોમનાથ જીલ્લો જળબંબાકાર બન્યો છે. જેથી વરસાદી વીરામ બાદ પણ ખેતરો માર્ગો અને ગામડા ઓ માં ચારે તરફ પાણીજ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદના પગલે પાક નિષ્ફળ જતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 25 દીવસથી સતત વરસાદ વરસ્યા બાદ જીલ્લામાં જળબંબાકારની પરિસ્થિતી સર્જાઈ છે. માર્ગો પર પાણી ફરી વળ્યા છે તો ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે. છેલ્લા 25 દીવસથી વાદળછાયા વાતાવરણના કારણે મગફળી, સોયાબીન, કપાસ, જુવાર અને ઘાંસ ચારો સતત પાણીમાં ડૂબી રહેવાથી નષ્ટ થઈ ગયો છે. જેથી પશુઓના ખોરાકને લઈને ખેડુતો ચિંતીત બન્યા છે. અતિવૃષ્ટિના કારણે પાયમાલ બનેલા ખેડૂતો સરકાર દ્રારા તાકીદે નુકશાનીનો સર્વે કરાવી સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Latest Stories