ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે ૩ વર્ષની સ્તુતિને દત્તક લેતું અમેરિકન દંપતિ

New Update
ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે ૩ વર્ષની સ્તુતિને દત્તક લેતું અમેરિકન દંપતિ
Advertisment

લર્નિંગ ડિસએબિલીટીઝ ધરાવતી બાળકીને અમેરિકામાં

Advertisment

શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું –હેકમેન દંપતિ

 “પ્રેમ

અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં બનતા

પ્રયાસો કરવા આપણી ફરજ છે.” ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે અમેરિકાના

કેન્ટ હેકમેને ઉચ્ચારેલા આ શબ્દો જાણે ગુજરાત સરકારની અનાથ બાળકોનું પુનઃસ્થાપન

કરવાની પ્રતિબદ્ધતાનો પ્રતિઘોષ છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના હસ્તે

Advertisment

ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે કેન્ટ અને બ્રૂક હેકમેનને (કેન્સાસ, યુ.એસ.એ.) 3 વર્ષની સ્તુતિને

દત્તક અપાઈ ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.  

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

બાળકીને દત્તક લેનાર માતા બ્રૂક હેકમેને આ પ્રસંગે

જણાવ્યું હતું કે  વર્ષો અગાઉ એક અમેરિકન

દંપતિએ તેમને પણ કોલકાતાથી દત્તક લીધા હતા અને પ્રેમ તેમજ એક ઉત્તમ જીવન જીવવાની

Advertisment

તક પૂરી પાડી હતી. તેથી તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર

આપવાની ઈચ્છા ધરાવતા હતા, જે સ્તુતિને દત્તક લેવા સાથે પૂરી થઈ

છે. 

પિતા કેન્ટ હેકમેને જણાવ્યું હતું કે કારા દ્વારા

બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર સ્તુતિનો ફોટો જોતાની સાથે

તેમને અને પત્ની બ્રૂકને બાળકી સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને તેમણે તેને દત્તક

લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ બાળકીની લર્નિંગ

ડિસએબિલીટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને

શિક્ષકો ઉપલબ્ધ કરાવશે.

આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે

સ્તુતિને આજે એક પ્રેમાળ પરિવાર મળ્યો છે, જેનો અમને આનંદ છે. બાળકી અને પરિવારને તેમના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ

પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર ચિલ્ડ્રન હોમમાં રહેતા તમામ

બાળકોનું સારી જગ્યાએ પુનઃસ્થાપન કરવા કટિબદ્ધ છે. 

 ચિલ્ડ્રન હોમ ખાતેના મેનેજર અને કો-ઓર્ડિનેટર ઈલાબેન જોષીએ જણાવ્યું હતું

કે બે વર્ષ અગાઉ સ્તુતિને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવી ત્યારે તેનો માનસિક અને

શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનામાં મંદ હતો. ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને

હૂંફને પરિણામે તે ચાલતા થઈ છે અને થોડાક શબ્દો બોલતા પણ શીખી છે. તેમણે જણાવ્યું

હતું કે હેકમેન પરિવારરૂપે સ્તુતિને મળેલ પ્રેમાળ પરિવાર અને તેની હૂંફ તેને ઝડપી

વિકાસ કરવામાં મદદરૂપ સાબિત થશે.

Latest Stories