ગુજરાત : રાજયમાં 24 કલાકમાં કોરોનાના 1,640 નવા કેસ નોંધાયાં, વધુ ચાર લોકોએ ગુમાવ્યાં જીવ

New Update
Covid-19 : રાજ્યમાં આજે 778 નવા કેસ નોંધાયા, 11 દર્દીના મોત

રાજયમાં કોરોના રીટર્ન્સ એકદમ ભયાવહ લાગી રહયું છે. એક દિવસમાં એક હજાર કરતાં વધારે કેસો સામે આવી રહયાં હોવાથી ફરીથી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. વીતેલા 24 કલાકમાં રાજયમાંથી 1,640 કેસ સામે આવ્યાં છે.

એક તબકકે એવું લાગતું હતું કે કોરોનાની મહામારી સામે આપણે જીતી ગયાં છે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. લોકોએ સોશિયલ ડીસટન્સીંગ નહી જાળવતાં રાજ્યમાં કોરોના  સંક્રમણ દિન પ્રતિદિન વધી રહયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640  નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતાં. ગત વર્ષના નવેમ્બર મહિનાનો રેકોર્ડ કોરોનાએ તોડી નાંખ્યો છે. આજે વધુ ચાર લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવી દીધો છે.  રાજ્યમાં 1110  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  હાલ 7847  એક્ટિવ કેસ છે, જેમાંથી 73  લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાના વધી રહેલા કેસો બાદ ફરીથી લોકોમાં ફફડાટ જોવા મળી રહયો છે. એક તરફ રસીકરણ ચાલી રહયું છે તો બીજી તરફ કેસ પણ એટલી જ ઝડપથી વધી રહયાં છે.

Latest Stories