Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

અમદાવાદ: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, ખેડૂતોના દેવા થશે માફ,રૂ.500માં ગેસ સિલિન્ડર !

અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોના દેવાની માફી અને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની લહાણી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. ત્યારે 21 મુદ્દાનું અગાઉ ભાજપ સરકાર પર આરોપનામું જાહેર કર્યું હતું. હવે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી 'જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા 8 વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ.500માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આજે મેનિફેસ્ટો જાહેર કરાયો છે અને અશોક ગેહલોત મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ત્યારે મંચ પર રઘુ શર્મા, જગદીશ ઠાકોર,દીપક બાબરીયા,ભરતસિંહ સોલંકી,સિદ્ધાર્થ પટેલ,શક્તિસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડીયા,પવન ખેરા,અમી યાજ્ઞિક, અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા . જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જનતાના પ્રશ્નોને વાચા આપતા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ 125 સીટથી સરકાર બનાવી રહી છે.

અશોક ગેહલોતે મેનિફેસ્ટો જાહેર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ સરકાર બને તો નાગરિક અને સરકાર બંને વાયદા ભૂલી જાય છે. રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ કેબિનેટમાં મેનિફેસ્ટો મૂકવામાં આવ્યો હતો. આ રીતે જ ગુજરાતમાં વાયદા પૂરા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવો તેથી અમે તે પ્રમાણે કર્યું છે. સરકાર વિરોધી જે લહેર ચાલે છે, એમાં લોકોએ જોઈ લીધું છે. કોરોનામાં સરકાર નિષ્ફળ ગઈ હતી. મોરબીની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. નિવૃત જજ પાસે તપાસ કરવામાં તકલીફ શું છે? સરકાર સામે સવાલો કરશે તો બીજી વાર ઘટના નહીં થાય.

Next Story