Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

ગુજરાતમાં "AAPના CM" પદના ચહેરા તરીકે ઇશુદાન ગઢવીની અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત...

સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને 2 ટકા વધારે મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.

X

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે.? તેનું જે સસ્પેન્સ હતું, તે હવે સમાપ્ત થયું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદ ખાતે ગુજરાતમાં AAPના નેતા ઇશુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યો છે.

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના યોજાયેલા કાર્યક્રમમાં AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગુજરાતમાં AAPના નેતા ઇશુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યો હતો. આ કાર્યક્રમમાં ઈસુદાન ગઢવીના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે સ્ટેજ પરથી સૌથી પહેલા મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને શ્રધધાંજલી આપી હતી.

ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અમે એક રૂમમાં બેસીને એમ નક્કી કરતા નથી. દિલ્હી કે, પંજાબના સીએમ પણ જનતાએ નક્કી કર્યા હતા. પંજાબની જનતાએ ભગવંત માનને સીએમ તરીકે નક્કી કર્યા હતા, ત્યારે હવે આપના આંતરિક સર્વેમાં પણ ઇશુદાન ગઢવી સૌથી આગળ હતા. સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને 2 ટકા વધારે મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.

16 લાખ કરતાં વધારે લોકોએ વોટ કર્યા હતા. ગુજરાતમાં AAPના સીએમ તરીકેનો ચહેરો જાહેર થતાં જ ઈશુદાનની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે પોતાના પરિવારના આશીર્વાદ લીધા હતા. ઇશુદાન ગઢવી કે, જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનના 'યોજના' નામના કાર્યક્રમમાં જોડાયા હતા.

2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઇસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાના સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા. ઈશુદાન ગઢવી 16 વરસથી પત્રકાર તરીકે કામગીરી કરી છે.

પણ આપ પાર્ટી અને અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થઈ તેઓ રાજનીતિમાં આવ્યા, અને હવે આપ તેમના ચેહરા પર વિધાનસભા ચૂંટણી લડશે, ત્યારે આ સાથે જ અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીને AAPના સીએમ તરીકે જાહેર કરી અભિનંદન આપ્યા હતા.

Next Story