ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. એમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય સંગઠને નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિમંત્રી અર્જુન મુંડાની નિમણૂક કરી છે.
ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ..
ભુપેન્દ્ર પટેલ
ઋષિકેશ પટેલ
કુવરજી બાવળીયા
જયેશ રાદડિયા
અલ્પેશ ઠાકોર
શંભુપ્રસાદ ટુંડિયા
રમણલાલ વોરા
પરસોતમ સોલંકી અથવા હીરાભાઈ સોલંકી
અમિત શાહ,અમિત ઠાકર અથવા અમુલ ભટ્ટ
બાલકૃષ્ણ શુક્લ અથવા મનીષા વકીલ
કેશાજી ઠાકોર
પંકજ દેસાઈ
જીતુભાઈ વાઘાણી
કિરીટસિંહ રાણા
સંગીતા પાટીલ અથવા દર્શના દેશમુખ
કાંતિભાઈ અમૃતિયા અથવા સંજય કોરડીયા
જગદીશ પંચાલ
પૂર્ણેશમોદી
કનુભાઈ દેસાઈ
અર્જુનસિંહ ચૌહાણ
રાઘવજીભાઈ પટેલ
મુળુભાઈ બેરા
શંકર ચૌધરી
હર્ષ સંઘવી
નિમિષા સુથાર
વિનુભાઈ મોરડીયા અથવાકુમાર કાનાણી
ગણપત વસાવા
નરેશ પટેલ
કુવરજી હળપતિ