New Update
/connect-gujarat/media/post_banners/dfd597ac92f62715ee13684fb41d6110526851fab72371714aa7f23885f89623.webp)
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને પણ મેદાનમાં ઉતાર્યા છે. રિવાબાને પાર્ટીએ જામનગર પૂર્વ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે.
/connect-gujarat/media/post_attachments/983d2488977e1e11695ded81e945c4212657f9f9495dc06e5c9cb431d6e0c47a.webp)
ભાજપે ગુરુવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામ બેઠકના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.