ઈમરાન ખાનનો દાવો- બે મહિનાથી મારી હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું, મારા પગમાંથી નીકળી ત્રણ ગોળી.!

ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને સોમવારે દાવો કર્યો હતો કે ગુજરાંવાલા રેલીમાં થયેલા હુમલા બાદ તેમના જમણા પગમાં ત્રણ ગોળીઓ વાગી હતી.

New Update
ઈમરાન ખાનનો દાવો- બે મહિનાથી મારી હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું, મારા પગમાંથી નીકળી ત્રણ ગોળી.!

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને સોમવારે દાવો કર્યો હતો કે ગુજરાંવાલા રેલીમાં થયેલા હુમલા બાદ તેમના જમણા પગમાં ત્રણ ગોળીઓ વાગી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડાએ ન્યૂઝ ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં આ દાવો કર્યો છે. તેણે કહ્યું કે બે મહિનાથી મારી હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઈમરાન ખાન પર હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ હુમલા બાદ રાજકારણ પણ તેજ થઈ ગયું છે.

Latest Stories