સુરતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.
સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલ 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.ચોર્યાસી વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સુરત શહેર ભાજપ પ્રમુખના હાથે ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો છે.યોગેશ પટેલ વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ચોર્યાસી વિધાનસભા લડી ચૂક્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપ પાર્ટીમાં જોડાયા હતા ત્યાર બાદ ચોર્યાસી વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થનમાં પોતાના 500 સમર્થકો સાથે યોગેશ પટેલ ભાજપમાં જોડાયા હતા.