“મારૂ ગામ, કોરોનામુક્‍ત ગામ” : ગુજરાત સ્‍થાપના દિવસ અવસરે ગાંધીનગરથી રાજ્‍યવ્‍યાપી અભિયાનનો શુભારંભ કરાવતા રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત

New Update
“મારૂ ગામ, કોરોનામુક્‍ત ગામ” : ગુજરાત સ્‍થાપના દિવસ અવસરે ગાંધીનગરથી રાજ્‍યવ્‍યાપી અભિયાનનો શુભારંભ કરાવતા રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાત સ્‍થાપના દિવસ અવસરે વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમ થકી ગાંધીનગરથી મારૂ ગામ કોરોના મુક્‍ત ગામ રાજ્‍યવ્‍યાપી અભિયાનનો શુભારંભ રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્‍યો હતો. આ અવસરે વલસાડની કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા વર્ચ્‍યુઅલ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી અને રાજ્‍ય આરોગ્‍ય મંત્રી કિશોર કાનાણી તેમજ વન, આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર હાજર રહયા હતા.

publive-image

આ અવસરે રાજ્‍ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્‍યું હતું કે, વહીવટી તંત્ર સાથે સંકલન કરીને ગામના યુવાનો ગામના ૧૦ સભ્‍યોની કમિટિ બનાવીને ગામને કોરોના મુક્‍ત બનાવવાનો સંકલ્‍પ કરીને કોરોનાના નિયમોનું કડક પાલન કરાવે તે જરૂરી છે. આરોગ્‍ય તંત્રની મદદથી દરેક ગામમાં તમામ લોકોની આરોગ્‍ય ચકાસણી કરી પ્રાથમિક લક્ષણો ધરાવતા લોકોને અલગ કરીએ જેથી તેમનું ટેસ્‍ટિંગ કરીને કોરોનાના લક્ષણો હોય તો સારવાર આપી શકાય. આ દર્દીઓ માટે ગામ લોકોના સહયોગથી શાળાઓ અને સમાજવાડીમાં અલગ આઇસોલેશન સેન્‍ટર વ્‍યવસ્‍થા ઉભી કરીએ જેથી પોતાના ઘર અને ગામમાં જ સંક્રમણ અટકાવી શકાય. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતા લોકોને તબીબોની સલાહથી પેરાસિટામોલ, વીટામિન-સી, ઝિંક, ફેબી ફલુ જેવી દવાની કીટ બનવીને આપવી જોઇએ, જેના થકી શરૂઆતથી જ તેને અટકાવી શકાય. તો સાથે જ ભરૂચની વેલ્ફેર હોસ્‍પિટલમાં બનેલી દુઃખદ ઘટનામાં ભોગ બનેલાના આત્‍માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્‍તિ આપે તેવી સંવેદના પણ આરોગ્‍ય રાજ્‍યમંત્રી કિશોર કાનાણી આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે વ્‍યક્‍ત કરી હતી.

વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી સચિવ કે.એમ.ભીમજીયાણી, સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, વલસાડ ધારાસભ્‍ય ભરત પટેલ, પારડી ધારાસભ્‍ય કનુ દેસાઇ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદ પટેલ, જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગાર, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ, જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ હાજર રહયા હતા.

Latest Stories