ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છેજે અંતર્ગત હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકાશે નહીં.

આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છેજેમાં સ્પષ્ટ જણાવાયું છે કે રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.હવે બેંક ખાતું ખોલાવવુંમોબાઇલ સિમ કાર્ડ મેળવવુંકે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં.