આજે ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો .ધુમ્મસના કારણે વીઝીબ્લીટી ઝીરો થતાં અનેક વાહન ચાલકોએ મુશકેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો
સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવાર અને રવિવારે એ સતત બે દિવસ ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સોમવારે રાજ્યભરમાં ધુમ્મસ છવાયું છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો ઘુમ્મસને પગલે રાજ્યમાં કાશ્મીર જેવું વાતાવરણ છવાયું છે. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ વે પર ઝીરો વિઝિબિલિટી સર્જાઇ હતી જેના કારણે વાહન ચાલકો ભારે તકલીફમાં મુકાયા હતા.છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં આવેલા વાતાવરણમાં પલટા ને કારણે બેવડી ઋતુનું અનુભવ કરતાં નાગરિકો આજે અતિશય ધુમ્મસના કારણે પરેશાન થઈ ગયા હતા. વહેલી સવારે વાતાવરણમાં અતિશય ધુમ્મસ પ્રસરી જવાના કારણે હાઇવે પર ઝીરો વિઝિબિલિટીનું નિર્માણ થયું હતું. 8 થી 10 ફૂટ નજીકનું વાહન પણ ન દેખાય તેવી સ્થિતિ વચ્ચે એક્સપ્રેસ વે ઉપર અકસ્માત સર્જાય તેવી દહેશત ઊભી થતા વડોદરા અમદાવાદ એક્સપ્રેસવે તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાળજીપૂર્વક વાહન હંકાળવાની સૂચના જાહેર કરવામાં આવી હતી.સામાન્ય રીતે આવા ધુમ્મસને કારણે પુરપાટ ઝડપે દોડતા વાહનો અચાનક બ્રેક મારતા અકસ્માતની હારમાળા સર્જાતી હોય છે. જોકે વાહન ચાલકોને સતર્કતાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ એક્સપ્રેસ વે પર એક પણ અકસ્માત સર્જાયો ન હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170