Connect Gujarat
ગુજરાત

પાવાગઢ પર્વતની કોતરોમાં 10 ગીધોનો વસવાટ, ગીધોની વસાહતથી પક્ષીપ્રેમીઓમાં આનંદ

મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે.

પાવાગઢ પર્વતની કોતરોમાં 10 ગીધોનો વસવાટ, ગીધોની વસાહતથી પક્ષીપ્રેમીઓમાં આનંદ
X

મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાત એ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં ૧૦ પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. ઇન્ડિયન વલ્ચર પ્રકારના આ ગીધ છે.વિશ્વભરમાં ગીધની ૨૩ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી ૯ પ્રકારની પ્રજાતિઓ ભારતમાં અને તેમાંથી પણ ૭ પ્રકારની પ્રજાતિઓ તો આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. આ ૭ પ્રકારમાં વ્હાઇટ રંપ્ડ વલ્ચર, ઇન્ડિયન વલ્ચર, ઈજીપ્શિયન વલ્ચર અને રેડ હેડેડ વલ્ચર સ્થાનિક અને ઈજીપ્શિયન ગ્રીફોન, હિમાલિયન ગ્રીફોન અને સિનેરીયસ વલ્ચર માઈગ્રેટ કરીને અહિં આવે છે. જ્યારે બિયાર્ડેડ વલ્ચર અને સ્લેન્ડર બિલ્ડ વલ્ચર ક્યારેક ક્યારેક ગુજરાતમાં જોવા મળે છે.દુધાળા પશુઓને અપાતા કેમિકલ યુક્ત ઈંજેકશનોને કારણે ગીધો ઉપર જોખમ ઊભુ થયુ છે. મૃત્યુ થયા બાદ આવા પશુઓને આરોગવાથી ગીધોનું અસ્તિત્વ જોખમાયુ છે. ખાસ કરીને ગુજરાતમાં ગીધોની વસ્તીમાં ૬૬ ટકાનો ઘટાડો છેલ્લા એક દશકમાં નોંધાયો છે.ગીધોનો માનવજાતિ પર મોટો ઉપકાર છે. તેઓ મૃત શરીરને ખાઈ સંપૂર્ણ સાફ કરી નાંખે છે જેથી સડી રહેલા મૃતદેહમાં જોખમી જીવાણું અને વિષાણુંને વાતાવરણમાં ફેલાવા નથી દેતા. ગીધોનું એક ટોળુ એક મૃત પશુને ૩ થી ૪ મિનિટમાં સફાચટ કરી જાય છે.

Next Story