/connect-gujarat/media/media_files/2025/09/24/guj-2025-09-24-16-35-27.png)
ગુજરાતમાં 17 જેટલા નવા તાલુકાઓને કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આજરોજ શાસક પક્ષ અને રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલાં આ તાલુકાઓને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/24/ssdw-2025-09-24-16-45-47.png)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં મહીસાગર અને પંચમહાલ માંથી બે, દાહોદમાંથી બે, અરવલ્લી તેમજ સુરતમાંથી બે-બે, નર્મદામાંથી એક, વલસાડમાંથી એક, ખેડા અને છોટાઉદેપુર માંથી એક એક તો સૌથી વધુ બનાસકાંઠામાંથી 5 તાલુકાની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં સંતરામપુર અને શહેરામાંથી ગોધરા, લુણાવાડા માંથી કોઠંબા, ડેડિયાપાડામાંથી ચીકદા, વાપી-કપરાડા-પારડી તાલુકામાંથી નાનાપોઢા, થરાદમાંથી રાહ, વાવમાંથી ધરણીધર, કાંકરેજમાંથી ઓગળ, દાતામાંથી હડાદ, ઝાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીંબડી, ફતેપુરામાંથી સુખસર, જેતપુર પાવીમાંથી કદવાલ, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ, ભિલોડામાંથી શામળાજી, બાયડમાંથી સાઠંબા, સોનગઢમાંથી ઉકાઈ, માંડવીમાંથી અરેઠ અને મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે. હાલ 33 જિલ્લાના 252 તાલુકા હતા પણ હવે 17 નવા તાલુકાની જાહેરાત થતાં જ 269 તાલુકા થયા છે.