કચ્છ : કંઢેરાઈ ગામે 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી 18 વર્ષીય યુવતીનું મોત, 32 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો

કંઢેરાઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષીય પુત્રી ઈન્દિરા મીણા વાડીમાં રહેલા 540 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ હતી

New Update
  • કચ્છ-ભુજ તાલુકાના કંઢેરાઈ ગામની ચકચારી ઘટના

  • 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી

  • વહીવટી તંત્ર - NDRFની ટીમ દ્વારા રેસક્યું હાથ ધરાયું

  • બોરવેલમાં પડેલી 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું

  • 32 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં ગતરોજ 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં વહીવટી તંત્ર સહિત NDRFની ટીમે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતુંત્યારે બોરવેલમાં પડેલી યુવતીનું મોત નિપજતા આજરોજ 32 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

કચ્છ જિલ્લાના ભુજથી 25 કિલોમીટર દૂર આવેલ અંતરિયાળ એવા કંઢેરાઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષીય પુત્રી ઈન્દિરા મીણા ગતરોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં વાડીમાં રહેલા 540 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ હતીત્યારે યુવતીની બચાવો... બચાવો...ની બૂમો સાંભળી તેનો પરિવાર અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.

જેમાં પ્રથમ બચાવકાર્ય કર્યા બાદ સફળતા ન મળતા સવારના 9 વાગ્યાના અરસામાં તંત્રને જાણ કરવામાં આવી હતી. પરિજનોના કહેવા મુજબયુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતોપરંતુ અમુક કલાકો બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. તો બીજી તરફબનાવની જાણ થતાં જ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાવહીવટી તંત્રના અધિયકરીઓજિલ્લા પોલીસ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. 

જ્યાં યુવતીના બચાવકાર્ય માટે NDRF, ફાયર વિભાગ108 એમ્બ્યુલન્સની ટીમ પણ કામે લાગી હતી. યુવતીના બચાવ માટે પાઇપલાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવામાં આવ્યા હતા. તો બીજી તરફયુવતી હેમખેમ બહાર આવે તે માટે લોકો ભગવાનને પણ પ્રાર્થના કરી રહ્યા હતા.

જોકેમોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફૂટ બાકી હતાપરંતુ રેસક્યું સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલમાં નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં 2-2 વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યા બાદ યુવતી ફરી 500 ફૂટ નીચે સરકી જતી હતી. જેથી ટીમ માટે યુવતીનું રેસક્યું ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું. જોકેબોરવેલમાં પડેલી યુવતીનું મોત નિપજતા આજરોજ 32 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Latest Stories