વડોદરા: 11 મૃત પાટલા ઘો સાથે 2 શિકારી ઝડપાયા

શરીરના દુખાવાની દવા બનાવતા કરતા હતા શિકાર. વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી.

New Update
વડોદરા: 11 મૃત પાટલા ઘો સાથે 2 શિકારી ઝડપાયા

વડોદરાના શિનોર વન વિભાગે 11 મૃત પાટલા ઘો સાથે 2 શિકારીની ધરપકડ કરી છે. શરીરના દુખાવાની દવા બનાવવા શિકારીઓ શિકાર કરતાં હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.

વડોદરાના શિનોર તાલુકાના તવરા ગામમાં પાટલા ઘોને મારીને તેમાંથી દવાઓ બનાવવામાં આવતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.વાયરલ થયેલા વિડિયોના આધારે શિનોર આર.એફ.ઓ. સંજય પ્રજાપતિ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના ભરત મોરીએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન વન વિભાગની ટિમ તવરા ગામે પહોંચી હતી અને પાટલા ઘોમાંથી શરીરના દુખાવાની દવાઓ બનાવવા માટે જંગલમાંથી પાટલા ઘો નો શિકાર કરીને લઈ આવેલા કમલેશ અને દશરથની ધરપકડ કરી હતી.

આર.એફ.ઓ એ કમલેશના ઘરમાંથી 7 પાટલા ઘો અને દશરથના ઘરમાંથી 4 પાટલા ઘો મળી કુલ 11 મૃત પાટલા ઘો કબજે કરી હતી. શિનોર વન વિભાગે બંને શિકારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ અગાઉ કેટલી વખત દવા બનાવવા માટે પાટલા ઘો નો શિકાર કર્યો છે એ સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Latest Stories