નર્મદા : નાંદોદના પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિતના આગેવાનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા...

પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિત 2 હજાર લોકો ભાજપમાં ઘરવાપસી કરી

New Update
નર્મદા : નાંદોદના પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિતના આગેવાનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા...

હાલ ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યો છે ભરતી મેળો

નાંદોદના પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવાની પુનઃ વાપસી

પૂર્વ ધારસભ્ય સહિત 2 હજાર લોકો જોડાયા છે ભાજપમાં

ધારસભ્ય સહિત 2 હજાર લોકો અમદાવાદ કમલમ પહોંચ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા

નર્મદા જિલ્લાના નાંદોદના પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિત 2 હજાર લોકો ભાજપમાં ઘરવાપસી કરવા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.હાલ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, અને ગાંધીનગર તેમજ અમદાવાદ કમલમ કાર્યાલય ખાતે પહોચી ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક લોકો જોડાય રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના 2 હજારથી વધુ લોકો કમલમ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાવા પહોચ્યા હતા.

જેમાં નાંદોદના પૂર્વ ધારસભ્ય અને ભાજપના પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા પણ ભાજપમાં જોડાવા અમદાવાદ ખાતે પહોચતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજપીપળાથી 6 બસ અને 100થી વધુ નાના વાહનો સાથે કાફલો કમલમ કાટે જવા રવાના થયો હતો, જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ આગેવાનો અને કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા, ત્યારે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં આ કાર્યકરો ભાજપ માટે મોટો ફાયદો કરાવશે તેમ લાગી રહ્યું છે.

ભાજપમાંથી છુટા કરાયેલા હોદેદારોનો પુનઃ પ્રવેશ થવા જઈ રહ્યો છે. જેમાં પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, ગુજકો માર્સલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સુનીલ પટેલ, ભાજપ જિલ્લા પૂર્વ અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ સહિતના હોદેદારોનો પુનઃ પ્રવેશ થયો છે. જોકે, આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ હર્ષદ વસાવા દાવેદાર રહશે એ વાત પણ ચોક્કસ છે. પરંતુ ભાજપમાં પુનઃ વાપસીને લઈને તેઓએ કઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

Read the Next Article

વલસાડ : મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર પડ્યું, એક બાળકીનું મોત, ઘટના CCTVમાં કેદ...

મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચતા મોત નીપજ્યું

New Update
  • પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું

  • મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર વૃક્ષ ધરાશાયી થયું

  • એક બાળકીનું મોતજ્યારે 2 બાળકોની હોસ્પિટલમાં સારવાર

  • વૃક્ષ ધરાશાયીની ઘટનાનો વિડિયોCCTVમાં પણ કેદ થયો

  • કરુણ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો

વલસાડ શહેરમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં 3 ભાઈ-બહેન પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારવલસાડ શહેરના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના 3 બાળકો જેમાં 18 વર્ષની સાચી15 વર્ષનો જીતકુમાર અને 10 વર્ષની બાળકી ધ્યાના આજે અબ્રામા ખાતે સ્કૂલથી છૂટીને બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે મોપેડ પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચી હતી. ધ્યાનાને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતીજ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનામાં ધ્યાનાનો ભાઈ જીત અને બહેન સાચીને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. જોકેસમગ્ર ઘટનાનો વિડિયોCCTVમાં કેદ થયો છેત્યારે આ કરુણ ઘટનાને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ સ્થળ પર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજG.E.B ના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતાઅને ધરાશાયી થયેલા વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેવરસાદને કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories