Connect Gujarat
ગુજરાત

નવસારી : 5 શ્વાનોએ 4 વર્ષીય બાળકને અંતિમ શ્વાસ સુધી બચકા ભરતા મોત, મહુવર ગામે પરિવારમાં આક્રંદ

કાળ બની તૂટી પડેલા 5 જેટલા શ્વાનના ટોળાએ બાળક પર તૂટી પડી તેને નીચે પાડી દીધો હતો

X

માતા-પિતા માટે સામે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો

જલાલપુરના મહુવર ગામની હ્રદય કંપાવનારી ઘટના

રખડતા શ્વાનોએ 4 વર્ષના બાળકનો ભોગ લેતાં ચકચાર

5 શ્વાનોએ બાળકને અંતિમ શ્વાસ સુધી બચકા ભર્યા

બાળકનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મહુવર ગામમાં રખડતા શ્વાનોએ 4 વર્ષના બાળકનો ભોગ લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાળક પર તૂટી પડેલા 5 શ્વાનના ટોળાએ બાળકના અંતિમ શ્વાસ સુધી તેને બચકા ભરતા પરિવારમાં આક્રાંદ જોવા મળ્યો છે.

નવસારી જિલ્લામાં રખડતા શ્વાનોએ ફરીવાર આતંક સામે આવ્યો છે. આમ તો શ્વાન સમાજનો અભિન્ન ભાગ છે. પરંતુ થોડાક કેટલાક દિવસોથી લોકોનું રસ્તાઓ પરથી પસાર થવું દુષ્કર કરી નાખ્યું છે. અવાર નવાર રખડતા શ્વાન વૃદ્ધ અને બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. નવસારી શહેરને અડીને આવેલા મહુવર ગામમાં રહેતા અમિત રાઠોડનો હસતા રમતા પરિવારમાં તિરાડ પડી છે. રાઠોડ પરિવારમાં પત્ની અને 2 બાળકો છે. પતિ-પત્ની બંને મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

પરિવારના 4 વર્ષીય ફૂલસમા તનય નામનો બાળક પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો. સમયે બપોરના સમયે કાળ બની તૂટી પડેલા 5 જેટલા શ્વાનના ટોળાએ બાળક પર તૂટી પડી તેને નીચે પાડી દીધો હતો. શરીર પર અસંખ્ય બચકા ભરી તેની ચિસને શાંત પાડી દીધી હતી. ટોળા સાથે લડતા બાળકે થોડી મિનિટોમાં જ દમ તોડી દીધો હતો.

ઘરકામ પૂર્ણ કરી માતાએ જ્યારે બાળકની ભાળ લીધી ત્યાં સુધી બાળકના શ્વાસ થંભી ગયા હતા. તો બીજી તરફ, આજુબાજુના પાડોશી સહિત માતા તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં ભૂતકાળમાં અનેક લોકો રખડતા શ્વનનો ભોગ બન્યા છે, ત્યારે હાલમાં બનેલી આ ઘટનાથી નાની ઉંમરના બાળકોના માતા-પિતામાં ચિંતા જન્માવી છે.

Next Story