રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં, 2 પીઆઈ સહિત 5 લોકોને સરકારે કર્યા સસ્પેન્ડ

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં, 2 પીઆઈ સહિત 5 લોકોને સરકારે કર્યા સસ્પેન્ડ
New Update

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની અટકાયત કરી. સાથે જ બીયરની ટીમ મળી આવતા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગો કાર્ટ બિલ્ડિંગના પ્રથમ માળે સંચાલકની ઓફિસમાંથી ટીન મળી આવ્યાં છે. જેથી બિયરના 8 જેટલા ટીન મળી આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે સોળસો રૂપિયાના બિયરના ટીન કબજે કર્યા છે.

તો આ તરફ SITએ પોતાની કામગીરી શરૂ પણ કરી દીધી છે. SITના સભ્ય અને અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ ઘટનાસ્થળે તપાસ કરી અને રિપોર્ટ SITના વડા સુભાષ ત્રિવેદીને સોંપ્યો છે. અગ્રિકાંડમાં મૃતકોની ઓળખ કરવા માટે કરાયેલા DNA ટેસ્ટનાં રિપોર્ટ આજે આવી શકે છે. આ DNA ટેસ્ટથી મૃતક કોનાં સંબંધી છે તેનું રહસ્ય ખૂલશે.

#India #fire incident #Rajkot #Chief Minister #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article