હિંમતનગરમાં પાંચમો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાયો
શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજન
પાંચમા સમૂહ લગ્નમાં 21 જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા
21 જોડાઓનો લગ્ન સંસ્કાર - 31 બટુકોનો બ્રાહ્મણ સંસ્કાર
હિંમતનગરના ધારાસભ્ય, સમાજના આગેવાનોની ઉપસ્થિતી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 5મો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં હિંમતનગરના ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજનો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો.
હિંમતનગરના સહકારી જીન પાસે અશ્વમેઘ પાર્ટી પ્લોટમાં પાંચમો સમૂહલગ્ન યોજાયો હતો. જેમાં 21 નવ દંપતિઓને લગ્ન સંસ્કાર આપવાનો સામુહિક કાર્યક્રમ તથા 31 બટુકોને બ્રાહ્મણ સંસ્કાર આપવાનો વિશેષ સમારંભ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 21 જોડાઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સૌપ્રથમ બટુક આગમન, ઉપનયન સંસ્કાર વિધિ બાદ કાશી પ્રયાણ યોજાયો હતો. શાહપુરના શાસ્ત્રી મિતુલ રાવલના આચાર્ય પદેથી 21 જોડાઓના શુભ વિવાહ કરાયા હતા. ત્યારબાદ સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત બાવીસ ગામના બ્રાહ્મણ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.