સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 સે.મી.નો વધારો

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 cm નો વધારો થયો છે નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી છે

New Update

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 cm નો વધારો થયો છે નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ફરી એકવાર વધારો થયો છે.નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી છે. ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 84,718 ક્યુસેક પાણીની આવક ડેમમાં થઈ રહી છે તો નર્મદા ડેમના પાંચ ગેટ 0.6 મીટર ખોલવામાં આવ્યા છે. ગેટમાંથી 20,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો આ તરફ રિવર બેડ પાવર હાઉસમાંથી 41,460 અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 22,977 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાંથી કુલ 66,437 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે .ડેમમાં હાલ 4,617.20 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે.

Latest Stories