વિપુલ ચૌધરીના પરિવારના 21 સહિત 66 બેંક એકાઉન્ટ્સ, ટેક્સાસમાં 8 કરોડની દીકરાના નામે પ્રોપર્ટી

વિપુલ ચૌધરી પરિવારના 800 કરોડના કથિત કૌભાંડ પર એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એસીબીએ મોટો ખુલાસો કર્યો છે.

વિપુલ ચૌધરીના પરિવારના 21 સહિત 66 બેંક એકાઉન્ટ્સ, ટેક્સાસમાં 8 કરોડની દીકરાના નામે પ્રોપર્ટી
New Update

વિપુલ ચૌધરી પરિવારના 800 કરોડના કથિત કૌભાંડ પર એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એસીબીએ મોટો ખુલાસો કર્યો છે. ચૌધરી પરિવારના 21 સહિત અને તેમની કંપનીઓને 66 બેંક એકાઉન્ટની વિગતો મંગાવી છે. દીકરાના નામે ટેક્સાસમાં 8 કરોડનું રોકાણ હોવાથી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED)ને જાણ કરાઇ હોવાથી ટૂંક સમયમાં ઇડી પણ કાર્યવાહી કરશે. તો ચૌધરીની ચાર કંપનીઓ ફક્ત કાગળ પર હોવાનું સામે આવ્યું છે.વિપુલ ચૌધરીના ભાગેડું દીકરા અને ગીતાબેન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ચાર કંપનીઓ ફક્ત કાગળ પર હતી અને તેના ઇન્કમટેક્સ ભરાય છે, પરંતુ કંપનીની ઓફિસ કોઇ જગ્યા પર નથી. 26 પાનકાર્ડ અધારે ઇન્કમટેક્સ પાસેથી વિગતો ACBએ મંગાવી છે. એન્ટી કરપ્શન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર ACBના DySPઆશુતોષ પરમારે જણાવ્યું હતું કે, કૌભાંડી વિપુલ ચૌધરીની તપાસ દરમિયાન અનેક પુરાવા મળ્યા છે. જેમાં તેમના જ 5 બેંક એકાઉન્ટમાં 250 કરોડના વ્યવહારો થયા છે. વિપુલના 5, તેની પત્નીના 10, તેમના પુત્રના 6 બેંક એકાઉન્ટ મળ્યા છે. ત્યારે કંપનીઓના એકાઉન્ટ સહિત 66 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. તમામ બેંક એકાઉન્ટ વ્યવહારોની વિગતો બેંક પાસે મંગાવવામાં આવી છે.પરમારે ઉમેર્યુ હતું કે, પોલીસ ને 26 બેંક પાનકાર્ડ મળી આવ્યા છે. તેના આધારે ઈન્કમટેક્ષમાંથી વિગતો મંગાવવામાં આવી છે. અમુક ઇન્કમટેક્સ પાસે પણ માહિતી છુપાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. લોકરો ની માહિતી બેંક પાસે મંગાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચોક્કસ લોકર મળી આવ્યા નથી. પત્ની અને પુત્રને ભાગેડું જાહેર કરી દીધા છે. તેઓ વિદેશ જતા ન રહે તે માટે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવશે.ટેક્સાસમાં દીકરા પવનના નામે 8 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ અને વિદેશમાં ટ્રાન્ઝેક્શન કર્યું હોવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરને આ અંગે જાણ કરાઇ છે. ચાર કંપનીઓ તેમના એડ્રેસ પર ન હતી અને ફક્ત તેના આઇટી રિટર્ન ભરાય છે. આ ફ્રોડ કંપની હોવાનું લાગી રહ્યું છે જે અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Scam #bank accounts #Vipul Chaudhary #Tex #8 crore property
Here are a few more articles:
Read the Next Article