Connect Gujarat
ગુજરાત

સાયલા નેશનલ હાઈવે પર પેટ્રોકેમિકલ્સની ચોરી કરી ગેરકાયદે વેચાણના કૌભાંડનો પર્દાફાશ, 70000 કિલો પેટ્રો કેમિકલ્સના જથ્થો જપ્ત કરાયો

X

સાયલા નેશનલ હાઇવે પર આવેલી ઉદયરાજ હોટલ પર લીંબડી ડીવાયએસપી અને સાયલા પોલીસનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતુ. જેમાં લીંબડી ડીવાયએસપી સ્કવોડ અને સાયલા પોલીસે અલગ-અલગ પેટ્રોકેમિકલ્સ 69980 કિ.ગ્રા.મળી કુલ એક કરોડથી પણ વધારેનો મુદામાલ ઝડપ્યો હતો. આ દરોડામાં લીંબડી ડીવાયએસપી સ્કવોડે 69980 કિ.ગ્રા. પેટ્રોકેમિકલ્સ, 3 ટેન્કરો, 1 મોટરસાયકલ, રોકડા અને અન્ય સાધનો મળી કુલ રૂ. 1,01,03,234ના મુદામાલ સાથે આરોપીઓને ઝબ્બે કર્યા હતા.

ગોસળ ગામમાં રહેતા વનરાજભાઇ કાથડભાઇ ખાચર જાતે કાઠી દરબાર તથા શિવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ કાથડભાઇ ખાચર જાતે કાઠી દરબાર તથા વલકુભાઇ ધાંધલ (થાનગઢ) તથા તેમના મળતીયાઓ સાથે મળી ઉદયરાજ યુપી બિહાર દરભંગા નામની હોટેલ નેશનલ હાઇવે નં 8 પર ગોસળ ગામના બોર્ડ સામે આવેલી છે. આ હોટલમાં કામ કરતા રમેશ હલવાઇ સાથે મળી પેટ્રોલીયમ પ્રોડક્ટની કંપનીના પરિવહન કરતા વાહનોના ડ્રાઇવર સાથે સાંઠગાઠ કરી ગુન્હાહિત કાવતરૂ રચી પોતાની હોટલો પાસે ટેન્કરો હોલ્ટ કરાવી પેટ્રોલિયમ પ્રોડક્ટ ભરેલા વાહનોના ગેરકાયદેસર રીતે શીલ તોડી તેમાથી પેટ્રોલિયમ પ્રોડક્ટનો સંગ્રહ કરી કાળા બજારી કરી તેને બજાર કિંમત કરતા ઓછી કિંમતે પેટ્રો ઇંધણ ફ્યુઅલ સાથે ભેળવીને લોકલ ગ્રાહકો સાથે તથા RAW પેટ્રો પ્રોડક્ટનું ગેરકાયદેસર રીતે માર્કેટમાં ઘણા સમયથી વેચાણ કરતા હોવાની પોલીસને પાક્કી બાતમી મળી હતી.

જેના આધારે સાયલા નેશનલ હાઇવે પર આવેલી ઉદયરાજ હોટલ પર લીંબડી ડીવાયએસપી અને સાયલા પોલીસનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતુ. જેમાં લીંબડી ડીવાયએસપી સ્કવોડ અને સાયલા પોલીસે અલગ-અલગ પેટ્રોકેમિકલ્સ 69980 કિ.ગ્રા.મળી કુલ એક કરોડથી પણ વધારેનો મુદામાલ ઝડપ્યો હતો.

આ દરોડામાં લીંબડી ડીવાયએસપી સ્કવોડે 69980 કિ.ગ્રા. પેટ્રોકેમિકલ્સ કિંમત રૂ. 55,44,284, 3 ટેન્કરો કિંમત રૂ. 45,00,000, 1 મોટરસાયકલ કિંમત રૂ. 25,000, રોકડા રૂ. 24,900 અને અન્ય સાધનો મળી કુલ રૂ. 1,01,03,234ના મુદામાલ સાથે વનરાજભાઇ કાથડભાઇ ખાચર જાતે કાઠી દરબાર ( હોટેલ માલિક ) અને રમેશશા શ્રીહજારીલાલ હલવાઇને ઝબ્બે કર્યા હતા. જ્યારે આરોપી મુન્નો ઉર્ફે શીવરાભાઇ કાથડભાઇ ખાચર અને વલકુભાઇ ધાંધલને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડામાં લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા સહિત લીંબડી ડીવાયએસપી સ્કવોડ અને સાયલા પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હતો

Next Story