આજના દિવસે આઝાદ થયું હતું “જુનાગઢ”, જુનાગઢવાસીઓએ કરી જુનાગઢ દિવસની ભવ્ય ઉજવણી...

જુનાગઢની આઝાદીનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે 562 દેશી રજવાડા હતા. 15 ઓગષ્ટ ભારતનો આઝાદી દિવસ છે. પરંતુ 5 મહિના અગાઉ ભારતને આઝાદ કરવાનું નક્કી થઈ ગયું હતું

New Update
Advertisment
  • તા. 9 નવેમ્બર એટલે જુનાગઢનો આઝાદી દિવસ

  • દર વર્ષે જુનાગઢવાસીઓ દ્વારા થતી ભવ્ય ઉજવણી

  • જુનાગઢ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

  • જુનાગઢની તક્તીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું

  • બહાઉદ્દીન કોલેજ ખાતે ભવ્ય રંગોળી પ્રદર્શન યોજાયું

Advertisment

તા. 9 નવેમ્બર એટલે જુનાગઢનો આઝાદી દિવસત્યારે દર વર્ષે જુનાગઢવાસીઓ દ્વારા જુનાગઢ દિવસની વિવિધ કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જુનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે જુનાગઢ આઝાદી દિવસ નિમિત્તે રંગોળી પ્રદર્શન યોજાયું હતું.

જુનાગઢની આઝાદીનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે 562 દેશી રજવાડા હતા. 15 ઓગષ્ટ ભારતનો આઝાદી દિવસ છે. પરંતુ 5 મહિના અગાઉ ભારતને આઝાદ કરવાનું નક્કી થઈ ગયું હતું. ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્રતાનો કાયદો ઘડાયોતે ધારા અનુસાર હિન્દુસ્તાનના તમામ રજવાડાઓને ભારતમાં અથવા પાકિસ્તાનમાં જોડાવા નક્કી કરવા ફરમાન કરાયું હતું.

જેમાં ભારતના 3 નગરોએ અનોખો ઈતિહાસ રચી દીધો. કાશ્મીરહૈદરાબાદ અને જુનાગઢ. જુનાગઢમાં તે સમયે નવાબ મહોબતખાનજી ત્રીજાનું શાસન હતુંજુનાગઢના નવાબ મહોબતખાનજી એક પ્રજા વત્સલ રાજવી હતા. પરંતુ કોઈ કારણોસર તેઓએ દિવાન શાહનવાઝ ભુટ્ટોભોપાલ બેગમ અને ઈસ્માઈલ અબ્રેહાનીના દબાણથી જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી નાખ્યું હતું.

જુનાગઢને આઝાદ કરવા આરઝી હુકુમતની સ્થાપના કરાઈ હતી. દેશની આઝાદીના અઢી મહિના પછી જુનાગઢ આઝાદ થયું અને જુનાગઢ આઝાદ થયાને 3 મહિના પછી આઝાદ ભારતનું પ્રથમ મતદાન પણ થયું હતુંત્યારે દર વર્ષે શહેરીજનો દ્વારા જુનાગઢ દિવસની ઉજવણી કરાય છે.

જુનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે ધારાસભ્ય સંજય કોરડીયાકમિશ્નર ઓમ પ્રકાશે જુનાગઢની તક્તીનું પૂજન કર્યું. જેમાં સંતો-મહંતો પણ ખાસ પૂજન માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જુનાગઢમાં આઝાદીના પર્વ નિમિતે બહાઉદ્દીન કોલેજ હોલમાં આઝાદીની યાદ અપાવતી રંગોળીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

 

Latest Stories