વેરાવળ ભોઇ સમાજની અનોખી પરંપરા
હોળી પર્વમાં કાલ ભૈરવની પ્રતિમાનું કરે છે નિર્માણ
30 ફૂટની પ્રતિમાનું કરવામાં આવે છે નિર્માણ
હોળી-ધુળેટી પર્વમાં દર્શનાર્થે ભક્તોનો પ્રવાહ ઉમટે છે
વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે પૂજન અર્ચન
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભોઇ સમાજની 30 ફૂટની કાલ ભૈરવ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી,અને હોળી-ધુળેટી પર્વ નિમિતે દર્શનાર્થે ભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો.ભોય સમાજ દ્વારા પરંપરાગત યોજાતા હોળી પર્વમાં ભૈરવનાથના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં સમસ્ત ભોઇ સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી,વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાલ ભૈરવદાદાની 30 ફૂટ ઉંચી વિશાળમુર્તિ બનાવે છે. એક થી દોઢ મહિનાની મહેનત બાદ આ વિશાળ મૂર્તિ બનીને તૈયાર થાય છે.આ મુર્તિ લોકોના શ્રધ્ધાનુ કેન્દ્ર બની છે.
દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં મૂર્તિ સામે માનતા માનવા અને માનતા ઉતારવા માટે આવે છે.ભૈરવદાદાની પ્રતિમાને રંગબેરંગી કાગળ, ચમકતા કાગળ, ફૂલ આભુષણથી સુશોભિત કરવામાં આવે છે. ધુળેટી મધ્યાહન સુધી આ કાર્યક્રમ ચાલે છે.વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવે છે.