ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 113 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 113 પોઝિટિવ કેસ નોંધાયા

New Update

ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 113 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 192 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.03 ટકાએ પહોંચી ગયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 5 સપ્ટેમ્બર 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 113 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 27 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,016 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોપોરેશનમાં 27, સુરત કોર્પોરેશન 26, વડોદરા કોર્પોરેશન 19, સુરત 10, અમરેલી 3, ગાધીનગર કોર્પોરેશન 3, કચ્છ 3, વલસાડ 3, ગાધીનગર 2, જામનગર 2, મહેસાણા 2, મોરબી 2, નવસારી 2, વડોદરા 2, અમદાવાદ 1, ભરૂચ 1, પંચમહાલ 1, પાટણ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1341 એક્ટીવ કેસ છે જે પૈકી 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1334 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,58,819 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,016 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97,790 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,41,54,114 લોકોનું રસીકરણ થયું છે.

Latest Stories