Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના ગઢમાં પડ્યું મોટું ગાબડું..! : અમરેલીમાં વિપક્ષ નેતા-સભ્યો સહિત 15 સરપંચો-સમર્થકોએ કર્યો ભાજપનો કેસરીયો...

અમરેલી જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ભરતી મેળો યોજાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે.

X

અમરેલી જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ભરતી મેળો યોજાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે.

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા મનુ ડાવરા સહિત તાલુકા પંચાયતના 3 સદસ્યો ભાજપમાં જોડાયા હતા. તો બીજી તરફ, લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવન વોરા સહિત સાવરકુંડલા તાલુકાના 15 સરપંચોએ પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરીયો કર્યો હતો. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ 150 જેટલા કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ સાથે જ ધારાસભ્ય કૌશિક વેકરીયા અને જનક તળાવીયાએ કોંગ્રેસ તેમજ આપના કાર્યકરોનું સ્વાગત કર્યું હતું. જોકે, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતના ગઢમાં મોટું ગાબડું પડ્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Next Story