જુનાગઢ ભાજપને ફટકો કદાવર નેતાના પુત્ર જોડાયા આમ આદમી પાર્ટીમાં

વિધાનસભા 2022 ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. અનેક નેતાઓ અને લોકો આપમાં જોડાઈ રહ્યાં છે.

જુનાગઢ ભાજપને ફટકો કદાવર નેતાના પુત્ર જોડાયા આમ આદમી પાર્ટીમાં
New Update

વિધાનસભા 2022 ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. અનેક નેતાઓ અને લોકો આપમાં જોડાઈ રહ્યાં છે. પાર્ટી દ્વારા શહેર નગર અને ગામડે ગામડે જઈ દિલ્હીમાં કરેલા કામોનું સરવૈયું કરવામાં આવી રહ્યું છે. આવામાં જુનાગઢ ભાજપને મોટો ફટકો પડ્યો છે. જુનાગઢ ભાજપમાં પાયાનો પથ્થર ગણાતા અગ્રણી નેતા જેઠાભાઈ પાનેરા નો પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે પિતા વર્સિસ પુત્રનું રાજકારણ જૂનાગઢમાં હવે જોવા મળશે.જૂનાગઢમાં માણાવદર તાલુકાના જે.એમ પાનેરા કોલેજના ટ્રસ્ટી અને વર્ષોથી ભાજપના પાયાના પથ્થર અને રાજકારણમાં અગ્રણી ગણાતા આહીર સમાજ ના જેઠાભાઈ પાનેરા ના નાના દીકરા સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં તર્ક વિતર્ક સર્જાયા છે. પિતા ભાજપમાં હોવા છતાં પુત્ર સમીર પાનેરા એ આમ આદમી પાર્ટી ખેસ ધારણ કર્યો છે.

થોડા સમય પહેલા જ માણાવદર ખાતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જેઠાભાઈ પાનેરાની કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવમાં હાજરી આપી હતી. આ બાદ અચાનક સમીર પામેરા આપમાં જોડાયા સમાચાર મળતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.બીજી તરફ, સમીર પાનેરા એ જણાવ્યું હતું કે, સમાજના સેવાકીય કાર્ય કરવાની પદ્ધતિને લઈ આમ આદમી પાર્ટીના આકર્ષાઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. મારા પિતા ભાજપમાં વર્ષોથી છે. અમે લોકો સાથે ડિનર કરવા બેસીએ છીએ. પરંતુ એકબીજાના વિચારો અલગ હોય. હું સમાજસેવાના ભાવથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આવનાર સમયમાં પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને લોકોને સુખ સુવિધા પૂરી પાડવા હંમેશા આગળ રહેશે. આણ માણાવદરમાં વર્ષોથી ભાજપના પાયાના પથ્થર ગણાતા વ્યક્તિ ભાજપ અગ્રણી જેઠાભાઈ પાનેરા ના પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગણગણાટ શરૂ થયો છે. સમીર પાનેરા એ પોતાના facebook આઇડીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયાની જાહેરાત કરી છે

#Gujarat #India #Connect Gujarat #BeyondJustNews #Junagadh #Aam Aadmi Party #BJP leader #joins
Here are a few more articles:
Read the Next Article